તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:પણદામાં નહેર ઓવરફ્લો થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

કડોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસથી પાણીનો વેડફાટ છતાં અધિકારીઓ ફરક્યા નહીં

થોડા દિવસ પહેલા સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું રોટેશન શરૂ કરવામાં આવ્યું છે. રોટેશન શરૂ થતા ખેડૂતોને રાહત થઈ છે. પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે ખરવાસા માઈનોર પણદા ગામની સીમમાં ઓવરફ્લો થઈ છે. બે દિવસથી પાણીનો હજારો લિટરનો વેડફાટ થઈ રહ્યો છે. કાકરાપાર ડાબાકાંઠા કેનાલનું રોટેશન બંધ રાખવામાં આવ્યું હતું. જે રોટેશન હાલ થોડા સમય પહેલા જ શરૂ થયું છે. નહેરમાં રોટેશન શરૂ થતા જ ખરવાસા માઈનોર પણદા ગામની સીમમાં ઓવરફ્લો થઈ રહી છે. બે દિવસથી નહેર ઓવરફ્લો થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

એક તરફ પાણીનો વેડફાટ ન અને છેવાડાના ખેડૂતને પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નહેરને પાકી બનાવી છે. પરંતુ ઓફિસમાં બેસવા ટેવાયેલા અધિકારીઓ સરકારને હેતુ સિદ્ધ કરવા દેતા નથી. નહેર શરૂ થાય તે પહેલા તેની વિઝીટ કરી નહેરમાં ઊભા થતાં અવોધને દૂર કરે એ જરૂર છે. ગત બે દિવસથી નહેર ઓવરફ્લો થઈ ને કોતરમાં કિંમતી પાણી વહી રહ્યું છે. છતાં પણ તેને દુરસ્ત કરવા માટે અધિકારી કે કર્મચારી ફરક્યા નથી. આખરે ખેડૂતે નહેર વિભાગનો ફોન પર જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો