તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:ફેબ્રુઆરીમાં 144 કેસ હતાં, જેની સામે માર્ચ માસમાં 1811 નોંધાયા

કડોદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માર્ચમાં પ્રતિદિન 58.14 % કેસ જ્યારે ફેબ્રુ.માં 5.14 %

સુરત જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિન પ્રતદિન કેસમાં વધારો થતાની સાથે લોકોમાં કોરોનાની મહામારીથી ચિંતિત જણાય રહ્યાં છે. માર્ચમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો. નવા કેસની સાથે સાથે એક્ટિવ કેસનો ગ્રાફ ઉંચે ગયો છે. જાન્યુઆરી - ફેબ્રુઆરી માસમાં કોરાનાનું સંક્રમણ ઓછું થતા કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરીમાં 498 કેસની સામે 663 લોકો રિકવર થતાં રિકવરી રેટ 133 ટકા. ફેબ્રુઆરીમાં 144 કેસની સામે 177 રિકવર થતાં 122 ટકા રિકવર રેટ થયો હતો.

દરમિયાન ચૂંટણીઓ યોજાઈ હતી, જેના કારણે લોકો સંપર્કમાં આવતાં સંક્રમણ વધ્યુ હતુ. માર્ચ માસમાં કુલે 1811 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે માત્ર 772 રિકવર થયા છે. જેથી કોરોના રિકવર રેટ 43 ટકા પર પહોંચ્યો હતો.

માર્ચ મહિનામાં પિકઅપ
માર્ચ માસમાં કુલે 1811 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. માર્ચ માસમાં દૈનિક 58.14 પોઝિટિવ કેસ સામે આવ્યા.જિલ્લામાં દર કલાકે 2.43 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે ફેબ્રુઆરી માસમાં પ્રતિદિન 5.14 કેસ નોંધાયા હતાં.

ત્રણ મહિનાનાં કોરોનાના આંકડા

મહિનોકેસરિકવરમોતએક્ટિવ
જાન્યુઆરી1986632150
ફેબ્રુઆરી1441770177
માર્ચ181177211155

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો