અકસ્માત:નાઈટ શિફ્ટ કરી ઘરે પરત ફરતાં યુવકની બાઇક શેરડીના ગાડા સાથે અથડાતાં મોત

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવ્યેશ પ્રજાપતિ - Divya Bhaskar
દિવ્યેશ પ્રજાપતિ
  • કડોદનો યુવાન જોળવા મિલમાં નોકરી કરી પરિવારનું ભરણ પોષણ કરતો હતો

બારડોલી તાલુકાના કડોદ ખાતે રહેતો યુવાન નાઈટ શિફ્ટ કરી પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે પણદા ગામની સીમમાં આગળ ચાલતાં બળદ ગાડામાં પોતાની મોટરસાઈકલ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ગ્રામજનો એકત્ર થઈ જતાં 108ને ફોન કરી બોલાવતાં ટીમે યુવકને મરણ જાહેર કર્યો હતો.

બારડોલી તાલુકાના કડોદ ખાતે રહેતા દિવ્યેશ શાંતિલાલ પ્રજાપતિ (26) જેઓ જોળવા મિલમાં નોકરી કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. મંગળવારની વહેલી સવારે નાઈટ શિફ્ટ કરી પરત ઘરે ફરી રહ્યો હતો. ત્યારે બારડોલી તાલુકાના પણદા ગામની સીમમાં આગળ ચાલતાં શેરડી ભરેલા બળદગાડા સાથે પોતાની મોટરસાઈકલ (GJ-19AK-6692) અથડાવી દીધુ હતું.

સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ત્યારબાદ 108ને ફોન કરતાં ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં દિવ્યેશનું મોત નીપજ્યું હતું. સેવાભાવી યુવાનો અને કિશોરભાઈ પાનવાલાએ યુવાનનો મૃતદેહ પોતાની ગાડીમાં બારડોલી રેફરલ પર પહોંચાડ્યો હતો. ઘટના અંગે પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

પરિવારનો આધારસ્તંભ છીનવાયો
અકસ્માતમાં મરણ જનાર દિવ્યેશ પરિવારનો આધાર સ્થંભ હતો. દિવ્યેશના પરિવારમાં પિતાનું થોડા વર્ષો અગાઉ અવસાન થયું હતું. દિવ્યેશનું અકાળે મોત નીપજતા પરિવાર પર આભ તૂટીપડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. હવે પરિવારમાં માતા અને બહેન એકલા પડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...