પાકિટની ઉઠાંતરી:ઠગોએ જ પહેલા કારમાં પંક્ચર પાડ્યું,બાદમાં મદદને બહાને કારમાંથી પાકિટ સેરવ્યુ હતું

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે CCTV ચેક કરતાં તસ્કરો એગ્રો દુકાન નજીક દેખાયા
  • ​​​​​​​કારમાંથી રૂ.1.15 લાખના પાકિટની ઉઠાંતરી થઇ હતી

બારડોલી તાલુકાના મઢી ગામે બીઓબીમાંથી રૂપિયા ઉપાડીને ઘાટા ગામે પરત ફરતા યુવકની કારમાં પંક્ચર પડ્યા બાદ તેની ગાડીમાં 1.15 લાખના પાકીટની ઉઠાંતરી થઈ હતી. જે ઘટનામાં પોલીસે સીસીટીવ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે યુવક જે એગ્રોમાં રૂપિયા આપવા ગયો હતો ત્યાં તસ્કરોએ તેની કારમાં પંક્ચર કર્યું હતું. ત્યારબાદ કારનો પીછો કર્યો હતો.

વ્યારા તાલુકાના ઘાટા ગામે રહેતો ખેડૂત યુવાન કિરણભાઈ બીઓબીમાંથી 1.45 લાખ રૂપિયા ઉપાડ્યા હતાં. બાદ એગ્રોમાં ખાતરના 30 હજાર રૂપિયા આપી પરત ઘરે ફરી રહ્યો હતો. ત્યારે વાંસકૂઈ ગામે તેની ગાડીમાં પંક્ચર પડતાં તેની મદદ માટે આવેલા ત્રણ યુવકોએ ગાડીમાં મુકેલ 1.15 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. જે ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે એગ્રો સહિત અન્ય દુકાનોના સીસીટીવી ચેક કર્યા હતાં. જેમાં એગ્રો દુકાન નજીક પહેલાથી જ ત્રણ તસ્કરો એક્ટિવા પર હાજર જોવા મળ્યા હતાં.

આ તસ્કરોએ જ કિરણભાઈની ગાડીમાં પંક્ચર પાડ્યું હતું. ત્યારબાદ તેનો પીછો કર્યો હતો. ઈકો કાર વાંસકૂઈ પેટ્રોલપંપ નજીક ખોટકાતા તસ્કરો કસબ અજમાવી ગયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બારડોલી પંથકમાં ઠગ ટોળકી સક્રિય બની છે અને લોકોને મદદ કરવાને બહાને છેતરપિંડી આચરી ઠગાઇ કરી રહી છે. વાહનધારકોએ પણ હવે આ બાબતમાં પુરતો ખ્યાલ રાખી આવી છેતરપિંડી કરનારા લોકોથી સચેત બનવું પડશે. પોલીસે પણ અગાઉ આ બાબતે તમામ લોકોને ઠગ ટોળકીથી સાવધ રહેવા અપીલ કરી છે. ત્યારે સાવધાની એ સલામતીના સૂત્રો સાથે જો કંઈક અજુગતું થવાના અણસાર આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા ની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...