તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:પીપરિયા ગામમાં 10 લાખના ખર્ચે બનેલો રોડ બે મહિનામાં જ તૂટી ગયો

કડોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પીપરિયા ગામનો જર્જરિત માર્ગ. - Divya Bhaskar
પીપરિયા ગામનો જર્જરિત માર્ગ.
 • સીસી રોડના સળિયા બહાર નીકળી આવ્યા, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લોકોમાં રોષ

માંડવી તાલુકાના પીપરિયા ગામે ગત બે મહિના પહેલા બનાવવામાં આવેલ સીસી અને ડામર રોડ બિસમાર હાલતમાં ફેરવાઈ ગયા છે. સીસી રોડના સળિયા દેખાતા થઈ ગયા છે જ્યારે ડામર રોડની કપચીઓ બહાર નીકળી જતાં ગ્રામજનોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અધિકારીઓ તપાસ શરૂ કરે એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના તાપી નદી કિનારે આવેલું પીપરિયા ગામ જે સ્માર્ટ વિલેજનું બિરુદ મળ્યું છે. ગામ નદી કિનારે આવેલું હોવાથી અહીંથી રેતી ખનન પૂરજોશમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગ્રામ પંચાયતને મળેલી રેતી કાંકરીની ગ્રાન્ટમાંથી ગત બે મહિના અગાઉ ગોપાળભાઈના ઘરેથી નદી તરફ જતો માર્ગ 5 લાખના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવીનભાઈના ઘરેથી સ્મશાન તરફ જતો ડામર માર્ગનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ માર્ગ બન્યાને બે માસ પૂરા નથી થયા ત્યાં તો સીસી રોડના સળિયા બહાર નીકળી આવ્યા છે.

જેના પરથી રોડની ગુણવત્તાની કામગીરી સાબિત થાય છે. ડામર માર્ગ પણ હલકી કામગીરી અને નિમ્ન કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું, જેના કારણે ડામર રોડની કપચી પણ બહાર નીકળી આવતાં માર્ગ બિસમાર બન્યો છે. જેથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અધિકારીઓને આ અંગે તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.

રોડ રિપેર ન થાય તો અકસ્માત થશે
રોડ જર્જરિત બનતાં નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. યોગ્ય સમયે જો રિપેરિંગ ન કરવા માં આવે તો વધુ અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે.

ડામર પણ નીકળી ગયો છે
અમારા ગામમાં બે મહિના પહેલા બનવાવામાં આવેલ માર્ગ હાલ બિસમાર હાલતમાં છે. સીસી રોડના સળિયા દેખાતા થયા છે. ડામર રોડ પણ તૂટી ગયો છે. જે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. > રાજુ પટેલ, ડે. સસરપંચ, પીપરિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો