બારડોલી તાલુકાના વરાડ ગામે રહેતા સનતભાઈ પટેલ જેઓ છેલ્લા 22 વર્ષથી વિદેશમાં રહે છે. પરંતુ પોતાના સંસ્કાર અને તેમના ગુરુની આગ્ના પાલન કરીને છેલ્લા 10 વર્ષથી વરાડ ગામે સેવા કેન્દ્ર ચાલાવી અલગ પ્રકારની જનસેવા કરી રહ્યાં છે. તેમનો ઉદ્દેશ્ય ગરીબ મધ્યમવર્ગના લોકોને રાહત દરે અનાજ અને મરીમસાલા તેમજ બાળકોને પોષ્ટીક આહર મળે એ છે. તેમના જણાવ્યા અનુસાર તમે જે સમાજ રહો છો તે સમાજમાં તમારુ યોગદાન હોવું જરૂરી છે. જેવી એક સેવા હાલ સતનભાઈ કરી રહ્યાં છે. સેવા કેન્દ્ર સાથે ગરીબ બાળકો માટે કોચિંગ ક્લાસ પણ ચલાવી રહ્યાં છે.
બારડોલી તાલુકાના વરાડ ગામે છેલ્લા 10 વર્ષથી સેવા કેન્દ્ર કાર્યરત છે. જે સેવા કેન્દ્રમાં મળતાં અનાજ અને કોઠોરના ભાવ બજારના ભાવ કરતાં ઓછા અને ગુણવત્તાસભર મળે છે. સેવા કેન્દ્ર ચાલુ કરવાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને રાહત દરે પૌષ્ટીક આહાર મળે. લોકોની અલગ રીતે સેવા કરવાની ગુરુની આગ્નાને સનતભાઈ શશીકાંતભાઈ પટેલ આગળ ધપાવી રહ્યાં છે. સનતભાઈ છેલ્લા 22 વર્ષથી વિદેશમાં રહીને પોતાના માદરે વતનમાં લોકોની અલગ પ્રકારે સેવા કરી રહ્યાં છે.
સતનભાઈના જણાવ્યા અનુસાર આપણે જે સમાજમાં રહીએ છીએ તે સમાજને આપણે યોગદાન આપવું જરૂરી છે. આપણે મંદિર, હોસ્પિટલ ટ્રસ્ટો કે પીડીત લોકોની સેવા કરીને જ પૂણ્ય પ્રાપ્ત કરી શકાય એવું નથી. અલગ રીતે પણ લોકોની સેવા કરી પૂણ્ય પ્રાપ્ત કરી શકાય. વરાડ સેવા કેન્દ્રમાં મળતાં તમામ અનાજની ગુણવત્તા પહેલા ચેક કરવામાં આવે છે ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે.
તમામ લોકોને અનાજ મળી રહે તે માટે મર્યાદિત પ્રમાણમાં જ આપવામાં આવે છે. તમામ લોકોને સરખા ગણીને વિતરણ વ્યવસ્થાના નિયમો બનાવવામાં આવ્યા છે. આજદિન સુધી અશંખ્ય લોકોએ સેવા કેન્દ્રનો લાભ લીધો છે. સેવા કેન્દ્રમાં મળતી ચીજ વસ્તુમાં સનતભાઈ પોતાનું યોગદાન આપવાથી લોકોને અનાજ રાહત દરમાં મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.