આજે NRI દિવસ છે. ભારતીય વિશ્વના અન્ય દેશોમાં જઇને વસતા લોકોને પ્રવાસી ભારતીય (NRI) કહેવામાં આવે છે. પ્રવાસી ભારતીઓએ વિદેશોમાં રહીને પણ પોતાની સાંસ્કૃતિક તેમજ ભાષાકીય વિરાસતને જાળવી રાખવાના કારણે ભારતને ઓળખ મળી છે. અમેરિકા, કેનેડા, યુકે, રશિયા, જાપાન, ગલ્ફ સહિત કેટલાક એવા દેશ છે, જ્યાં મોટી સંખ્યામાં ભારત સહિત વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ વસવાટ કરે છે.
બારડોલીને એનઆરઆઈ પ્રદેશ કહેવામાં આવે છે. એનઆરઆઈઓને કારણે અહીં સમૃદ્ધિ અને નાના ગામોનો વિકાસ થયો છે એમ કહેવાય તો ખોટું નથી. એનઆરઆઈએ કોરોના કાળમાં પણ પાછળ રહ્યા નથી. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓનો ઓક્સિજનની અછત સર્જાવાની સ્થિતિ પારખી ગયેલા અમેરિકામાં રહેતા એનઆરઆઈ પોતાના વતનમાં સ્થિતિ ગંભીર ન બને તે માટે અગમચેતીના પગલાં ભરી ઓક્સિજન કોન્સનટ્રેટરનું મોટા પ્રમાણમાં દાન કર્યું છે.
અમેરિકામાં કાર્યરત બી. યુ. પટેલ તરસાડિયા ફાઉન્ડેશન યુએસએના સહયોગથી બારડોલી સ્થિતિ દીવાળીબેન ઉકાભાઈ સાર્વજનક ટ્રસ્ટ દ્વારા 1035 મોટા કોન્સનટ્રેટર અને 1000 પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટરનું દાન કરવામાં આવ્યું હતું.
જે કોન્સનટ્રેટરને 5 જિલ્લાના સૌથી અંતરિયાળ ગામોની પીએચસીમાં તથા જ્યાં આરોગ્યની સેવા ન હોય તેવા ગામોમાં એમઓયુ કરીને દાનમાં આપ્યા છે. આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા 5 લાખ માસ્ક, રેપિડ ટેસ્ટ કિટ 10,000, 50,000 લિટર ઉકાળો, અનાજની 20,000 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લેઉવા પાટીદાર સમાજ યુએસએ દ્વારા જિલ્લામાં 3 ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કર્યા છે.
NRI ટ્રસ્ટના પીઠબળથી જિલ્લાના 400 ગામોમાં સેવાની સુગંધ
દીવાળીબહેન ટ્રસ્ટ 5 જિલ્લાના 400 ગામો સાથે સંપર્કમાં છે. જે ગામોની મહિલાઓને પગભર કરવા માટે વિવિધ કોર્ષ નિઃશુલ્ક શીખવામાં આવે છે અને કીટ આપે છે. આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘણા કામો કર્યો છે. જે તમામ કામોમાં અમેરિકા સ્થિત બી. યુ. પટેલ ફાઉન્ડેશન યુએસઓનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે.- નીલ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી, દીવાળીબેન, બારડોલી
કોરોના સામેની લડતમાં ઘણો સહયોગ મળ્યો
કોરોના કાળમાં એનઆરઆઈઓ વતનના ગામમાં કોન્સનટ્રેટર દાનમાં આપ્યા છે જે હજુ પણ ગામમાં છે. જરૂર પડે ત્યારે ગ્રામજનો ઉપયોગમાં લઈ શકે. > અમૃતભાઈ પટેલ, રોટરી ઈન્ટરનેશનલના સભ્ય, દસ્તાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.