ફરિયાદ:બાંધકામ કરનારને દબાણ હોવાનું કહેતા પિતા- ત્રણ પુત્રએ માર માર્યો

કડોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીના સુરાલી ગામની ઘટના, દંપતી સારવાર હેઠળ

બારડોલી તાલુકાના સુરાલી ગામે જયહિંદ ફળિયામાં સંજયભાઈ ગુપ્તા (32) પરિવાર સાથે રહે છે અને રેડીમેડ કાપડની ફેરીફરી વેચાણ કરી ગુજરાન ચલાવે છે. જેઓ 7મી જૂનના રોજ સાંજે ફેરી ફરી ઘરે પરત આવ્યા હતાં ત્યારે ફળિયામાં શિવબચ્ચન ગુપ્તાએ ઘર બનાવવા પાયા ખોદેલ હતાં. ત્યારે સંજયભાઈએ જણાવેલ કે તમે રસ્તા પર દબાણ કરેલ છે. એમ કહેતા બોલાચાલી થઈ હતી. રાત્રિના સંજય ગુપ્તા ઘરે હાજર હતા ત્યારે દિનેશ ગુપ્તા તેમની ઘરની સામે આવી ગાળો બોલવા લાગ્યો હતો.

જેથી સંજય ગુપ્તાએ ગાળો બોલવાનું ના કહેતા બાપ-દીકરા ભેગા થયા હતાં. શિવબચ્ચેને સંજય ગુપ્તાનો કોલર ખેંચી જણાવેલ કે તારી દાદાગીરી વધી ગયેલ છે. ત્રણે દીકરાએ સંજય ગુપ્તાને માર માર્યો હતો. જેથી સંજયની પત્ની પ્રેમીલાબહેન છોડાવવા આવતા તેમને પણ ઈજા પહોંચાડી હતી. દરમિયાન સાડી નીકળી ગયેલ હતી. પાડોશીઓ વચ્ચે પડીને સંજય ગુપ્તાને છોડાવ્યો હતો. ઈજાગ્રસ્ત પતિ પત્ની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. સંજય ગુપ્તાએ શિવબચ્ચન ગુપ્તા, દિનેશ ગુપ્તા, ઉમેશ ગુપ્તા, દુર્ગેશ ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...