સમસ્યા:મઢી ત્રણ રસ્તા નજીક ડિમોલિશન બાદ બનેલો ખાડો જોખમી સાબિત થઈ રહ્યો છે

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મઢીમાં ડિમોલિશન વેળા ગટરનું ઢાં(ણ તોડી નાંખ્યા બાદ ખાડો પડી ગયો છે. - Divya Bhaskar
મઢીમાં ડિમોલિશન વેળા ગટરનું ઢાં(ણ તોડી નાંખ્યા બાદ ખાડો પડી ગયો છે.
  • ડિમોલિશન વેળા આર એન્ડ બી દ્વારા ગટરનું ઢાંકણ તોડી નાંખતા નાળું ખુલ્લુ થયું

બારડોલી તાલુકાના મઢી ગામે ગત દિવસોમાં રોડ માર્જિનમાં આવતાં કેટલિક મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મઢી સાધના ટોકિઝ ત્રણ રસ્તા ડિમોલિશન દરમિયાન નાળાની ગટરનું ઢાંકણ તોડી નાંખવામાં આવ્યું હતું. જેના કારણે મોટા અને ઉંડા ખાડાનું નિર્માણ થયું છે. જે ખાડો હાલ જોખમી સાબિત થઈ રહ્યો છે. અવર જવર વાળા રસ્તા પર જ ખાડો હોવાથી કેટલીવાર નાના મોટા અકસ્માતના બનાવો પણ બન્યા છે. આ અંગે ન તો આરએન્ડબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે તેમજ સ્થાનિક તંત્ર લોકોની સલામતી માટે કોઈ કામગીરી કરી નથી.

જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બારડોલી તાલુકાના મઢી સુરાલી વિસ્તાર રેલવે ઓવરબ્રીજની કામગીરી તેમજ રોડની કામગીરી માટે રોડ માર્જિનમાં આવતી કેટલીક ઈમારતોનું આર એન્ડ બી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કોઈક કારણોસર આગળની કાર્યવાહી ઘણા સમયથી અટકી પડી છે. ડિમોલિશન દરમિયાન મઢી સાધના ટોકિઝ ત્રણ રસ્તા નજીક ડિમોલિશન દરમિયાન ગટર પર ઢાંકવામાં આવેલ મોટું ઢાંકણ તોડી નાંખવામાં આવ્યું હતું. જેના કારણે મોટા ખાડાનું નિર્માણ થયું છે.

છેલ્લા ઘણા સમયથી આ ખાડો ખુલ્લો છે, તેમજ તેની આજુબાજુ કોઈ આડાશ પણ હોવાને કારણે વાહનચાલકો અને રાહદારી તેમજ પશુઓ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આર એન્ડ બી વિભાગ કે સ્થાનિક તંત્ર ખાડાની આજુબાજુ કોઈ આડાશ મુકી નથી. ગ્રામજનોનું હિત સમજી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ જાગૃત નાગરિકોમાં ઉઠી છે. તંત્ર શું કોઈ મોટા અકસ્માતની વાર જોઈ રહી હોય એવું પણ લોકોમાં ગણગણાટ ઉઠ્યો છે.

અવારનવાર રજૂઆત છતાં પગલાં લેતા નથી
ડિમોલિશન દરમિયાન નાળા પરનું ઢાંકણ તોડી નાંખવામાં આવતાં ખાડાનું નિર્માણ થયું હતું. છેલ્લા કેટલાય મહિનાથી ખાડો જોખમી સાબિત થયો છે. ખાડામાં ઘણો ઉંડો હોવાથી અકસ્માતે કોઈ પડે તો જાનહાની પણ થવાની શક્યતા રહેલી છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. - સ્નેહલ શાહ, સ્થાનિક આગેવાન

અન્ય સમાચારો પણ છે...