તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બાઇક પોલ સાથે અથડતા આધેડનું મોત

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રી સાથે મઢી ખીરદી કરવા આવ્યા હતા પરત ફરતી વેળા અકસ્માત નડ્યો

માંડવી તાલુકાના જામકૂવા ગામે રહેતા આધેડ બાઇક પર દીકરી સાથે મઢી ખરીદી કરવા ગયા હતાં. જ્યાંથી પરત ફરતી વખતે મઢી માંડવી રોડ પર રજવાડ ગામની સીમમાં બની રહેલા રોડ પર પડેલા મટિરિયલને કારણે સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવતાં રોડની વચ્ચે ઊભા થાંભલામાં બાઇક અથડતા આધેડનું મોત નીપજ્યું હતું.

જામકૂવા ગામે નિશાળ ફળિયામાં રહેતા સોમાભાઈ ચૌધરી (52) જે મઢી સુગરમાં નોકરી કરે છે તે 6 જુલાઈએ સાંજે દીકરી નિશા સાથે બાઇક (GJ-05DR-8894) પર મઢી ખાતે ખરીદી કરવા માટે ગયા હતાં. જ્યાંથી પરત ફરતી વખતે સાંજે મઢી માંડવી રોડ પર રજવાડ ગામની સીમમાં તેમની સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં રોડ પર વીજ થાંભલા સાથે બાઇક અથડાઈ હતી. જેમાં સોમાભાઈને મોત નીપજ્યું હતું. જ્યારે તેમની દીકરીને ઈજા પહોંચી હતી. ઘટના અંગે પુત્ર કલ્પેશભાઈ સોમાભાઈએ કડોદ ઓપીમાં ફરિયાદ આપી હતી.

રોડ પર પડી રહેલું મટિરિયલ જોખમી
ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર મઢી માંડવી રોડની કામગીરી દરમિયાન મટિરિયલ રોડ પર પડી રહેતા નાના વાહનચાલકો માટે જોખમી સાબિત થાય છે. સોમાભાઈનો થયેલ અકસ્માત રોડ પર પડેલા મટિરિયલને કારણે તેમની મોટરસાઈકલ સ્લીપ થઈ ગઈ હતી અને બાજુમાં ઊભા વીજપોલ સાથે અથડતાં ગંભીર ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...