તપાસ:પત્નીએ રૂપિયા ન આપતાં નીકળી ગયેલા આધેડનો મૃતદેહ મળ્યો

કડોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂવા ભરમપોર ગામના આધેડ અવારનવાર નશો કરતા હતા

બારડોલી તાલુકાના રૂવા ભરમપોર ખાતે રહેતા વૃદ્ધ દારૂના નશાની લટ ધરાવતાં હોય. જે અવાર નવાર નશો કરી આવતાં હોય જે તેમના પરિવારને પસંદ ન હોય. ગત સોમવારે નશો કરવા માટે રૂપિયા માંગ્યા હતાં. જે રૂપિયા ન આપતાં ખોટું લાગી આવતાં ઘરેથી નીકળી ગયા હતાં. વૃદ્ધનો મૃતદેહ ગુરુવારના રોજ વરાડ ગામની સીમમાંથી પસાર થતી નહેરનાના પુલ પાસેથી મળી આવ્યો હતો.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના રૂવા ભરરમપોર ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા ગોપાળભાઈ મૂળજીભાઈ માહ્યાવંશી (61)નાઓ નશો કરવાની લટ ધરાવતાં હોય. જેઓ નશો કરીને ઘરે આવતાં હોવાથી પરિવારને પસંદ ન હોય. ગત 4 એપ્રિલના રોજ તેમણે તેમની પત્ની હંશાબહેન પાસે રૂપિયા માંગ્યા હતાં.

હંસાબહેને રૂપિયા ન આપતાં તેમને ખોટુ લાગી આવતાં તેઓ ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતાં. તેમની શોધખોળ કરી છતાં કોઈ પત્તો લાગ્યો ન હતાં. 7મી એપ્રિલના રોજ તેમનો મૃતદેહ વરાડ ગામની સીમમાં આવેલ મોટી નહેરના ફેણિયા પુલ નજીકથી મળી આવ્યો હતો. પોલીસે અમોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...