ક્વોટા પુરો:સુરત જિલ્લાનો વરસાદ 99 % થયો જેમાંથી 42 % માત્ર સપ્ટેમ્બરમાં જ

કડોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી, મહુવા, ઓલપાડ અને પલસાણામાં 100 ટકા વરસાદ પડી ગયો

સુરત શહેર અને જિલ્લામાં વરસાદ 99 ટકા થઈ ચૂક્યો છે. જૂન માસમાં ટાઉટેને કારણે થયેલ વરસાદની શરૂઆત બાદ જુલાઈમાં સામાન્ય જ્યારે ઓગસ્ટ માસમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. જ્યારે સપ્ટેમ્બર માસમાં સિઝનનો 42 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લાના ચાર તાલુકા અને સુરત શહેરમાં વરસાદ 100 ટકા થઈ ચૂક્યો છે.

સુરત જિલ્લામાં વરસાદની શરૂઆત જૂનમાં થતાં ખેડૂતો અને લોકોએ રાહત અનુભવી હતી. જુન માસમાં 20.27 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જ્યારે જુલાઈ માસમાં પણ 20.78 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે ઓગસ્ટ માસમાં વરસાદે લોકોને આકાશે મીટ મંડાવી હતી. જિલ્લામાં ઓગસ્ટ માસમાં 202 મિમી વરસાદ વરસતા માત્ર 14.10 ટકા વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે સિંચાઈના પાણી આપવામાં કાપ કરવો જેવા પ્રશ્ન ઉઠ્યા હતાં. પરંતુ સપ્ટેમ્બર માસમાં મેઘરાજાએ ખોટ પુરી કરી દીધી હોય તેમ માત્ર એક માસમાં 609.58 મિમી વરસાદ વરસ્યો હતો. એટલે સિઝનનો 42 ટકા વરસાદ માત્ર સપ્ટેમ્બર માસમાં નોંધાયો હતો. સપ્ટેમ્બર માસના અંતે જિલ્લામાં કુલ વરસાદ 97.60 નોંધાયો હતો.

વરસાદ પૂરતા પ્રમાણમાં વરસવાથી સિંચાઈનો અને પીવાના પાણીનો પ્રસ્ન હલ થયો હતો. જ્યારે ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે તેટલું પાણીનો જથ્થો સંગ્રહ થઈ ચૂક્યો છે. ઓક્ટોબર માસમાં પણ વરસાદ વરસવાનું શરૂ રહેતા 4 ઓક્ટોબર સુધી જિલ્લામાં 99.01 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લાના ચાર તાલુકા અને સુરત શહેરમાં વરસાદ100 ટકાની ઉપર પહોંચી ગયો છે.

શુક્રવારે 4 તાલુકામાં મહેર, પલસાણામાં 2 ઇંચ
સુરત જિલ્લામાં સોમવારેબારડોલી, કામરેજ માંગરોળ અને પલસાણા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 2 ઇંચ વરસાદ પલસાણા તાલુકામાં વરસ્યો છ.ેસુરત જિલ્લા ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન બારડોલી 4 મીમી, કામરેજ 1 મીમી, માંગરોળ 14 મીમી, જ્યારે સૌથી વધુ પલસાણા તાલુકામાં 48 મીમી વરસાદ નોંધાયો છે.

પલસાણામાં 129 અને માંડવીમાં 60 % વરસાદ
સુરત જિલ્લામાં સપ્ટેમ્બરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વરસાદની ખોટ પુરાઈ હતી. ઓક્ટોબર માસમાં પણ વરસાદ વરસવાનું શરૂ રહેતા જિલ્લાના બારડોલી, મહુવા, ઓલપાડ, પલસાણા અને સુરત શહેરમાં સરેરાસ વરસાદની સરખામણીમાં 100 ટકા થઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં માંડવીમાં માત્ર 60 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. 1508ની સામે માત્ર 904 મિમી વરસાદ નોંધાયો છે

બોરદા પાસે ઉકાઈ જળાશયના પાણીએ કર્યો મહાદેવનો જળાભિષેક
નિઝર તાલુકાના બોરદા ગામની સીમમાંથી વહેતી બે નદીના સંગમ પર મધ્યમાં આવેલા મહાદેવના મંદિરમાં ઉકાઈ જળાશયના ફુગારાનું પાણી ભરાઇ જતા, જાણે મહાદેવ પર નદીએ જળાભિષેક કર્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.સામાન્ય દિવસોમાં ભક્તો હોળીમાં બેસીને દર્શન કરવા આવતા હોય છે. પરંતુ હાલ મંદિરના ધૂંમ્મટ સુધી પાણી ભરાય જતા ભક્તો દર્શન કરી શકતા નથી.

સુરત જિલ્લાનો વરસાદ

તાલુકોએવરેજહાલનો વરસાદટકા
બારડોલી14621506103.02
ચોર્યાસી1355121789.8
મહુવા15491580101.9
માંડવી150890760.61
માંગરોળ1430132992.94
ઓલપાડ10281125109.48
પલસાણા13981813129.68
ઉમરપાડા1778172496.96
સુરત સીટી14111561111.94
કુલ--99

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...