તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનામાં પિતા ગુમાવનાર છાત્રોને મો. ક. પટેલ નિઃશુલ્ક શિક્ષણ આપશે

કડોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બે વર્ષથી કોરોનાને કારણે લોકોના જનજીવન પર માઠી અસર પડી રહી છે, જેમાં કોરોનાની બીજી લહેર ભારે ઘાતક નિવડી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં જાનહાની થઈ છે, જેના કારણે કેટલાક બાળકો નિરાધાર બની દયનિય સ્થિતિમાં મુકાયા છે. જેવા બાળકોને વાહરે કેટલાક સમાજ સેવકો અને સંસ્થાઓ આવી છે. મઢીની મો. ક. પટેલ શાળાએ પણ કોરોનામાં પિતાને ગુમાવનાર બાળકોને શાળા ફી માફ કરી છે. કોરોનાની કપરી પરિસ્થિતિને કારણે કેટલાક પરિવારોના મોભીનું અવસાન થતાં વિખેરાઈ ગયા છે. જેના કારણે બાળકોની સ્થિતિ દયનીય બની ગઈ છે.

જેઓને ભણતરનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જે વિદ્યાર્થીઓને આર્થિક સહારૂપ મઢીના સામાજિક આગેવાને સ્નેહલભાઈ શાહે હાથ લંબાવ્યો હતો. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ભણતર, સ્ટેશનરી સહિતનો ખર્ચ આપવાનો ઉમદા વિચાર કર્યો હતો. ત્યારબાદ મઢીની મો. ક. પટેલ હાઈસ્કૂલ સંચાલક મંડળ દ્વારા એક ઉત્તમ નિર્ણય લેવામાં આવ્યો હતો. ધોરણ 1થી 8માં અભ્યા કરતાં વિદ્યાર્થીઓ પૈકી કોરોનામાં પિતાને ગુમાવનાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. તેમજ વિનામૂલ્યે શિક્ષણ આપવાની જાહેરાત મઢી કેળવણી મંડળ દ્વારા કરવામાં આવી હતી.

જેના કારણે કોઈ વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિને કારણે ભણતરથી વંચિત ન રહી જાય. મો. ક. પટેલમાં 1થી 8 ના વિદ્યાર્થીઓને શાળા મંડળ ભણતરમાં સહાય કરશે અને 9થી 12 વિદ્યાર્થીઓને મઢીના સામાજિક આગેવાન સ્નેહલ શાહ મદદ કરશે. પંથકના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે કરેલો નિર્ણય આવકાર દાયક છે. કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં સમાજસેવી સંસ્થા અને આગેવાનો આગળ આવતા રહેશે તો કોરોનાની કપરી પરિસ્થિતીને હરાવવા જીત મેળવીને રહીશું.

અન્ય સમાચારો પણ છે...