તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ યથાવત:પારડી (કડોદ)માં મજૂરી વધારવા ત્રણ દિવસથી હડતાળ, બેઠક છતાં હલ નહીં

કડોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૈનિક 100 રૂપિયા મજૂરીને 150 રૂપિયા કરવા માંગ, ખેડૂતોની રૂ. 125 આપવા તૈયારી

બારડોલી તાલુકાના પારડી (કડોદ) ગામના શ્રમજીવી વર્ગ છેલ્લા 3 દિવસથી હડતાળ પર છે. ગામમાં રહેતા અંદાજિત 100 કરતાં વધુ શ્રમીકો કામથી અળગા રહ્યાં છે. બે દિવસથી ખેડૂતો સાથે બેઠકનો દોર ચાલી રહ્યો છે. છતાં કોઈ પણ હલ ન આવતાં આજે ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત રહી છે. બારડોલી તાલુકાના પારડી (કડોદ) ગામે રહેતા શ્રમજીઓ મજૂરી વધારવા માટે હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા 3 દિવસથી લોકો મજૂરી કામ પર ગયા નથી. હાલ વધતી જતી મોંઘવારીમાં મજૂરી વધારવા માટે અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં છેલ્લા 3 દિવસથી મજૂરી કામથી અળગા રહ્યાં છે.

તેઓના જણાવ્યા અનુસાર હાલ અમને 100 રૂપિયા રોજ મજૂરી આપે છે, જેને વધારીને 150 રોજ કરવામાં આવે એવી માગ કરી છે. જે મજૂરી વધારવામાં ખેડૂતો આનાકાની કરી રહ્યા હોય જેથી મજૂરો છેલ્લા 3 દિવસથી હડતાળ પર છે. ગામના તમામ મજૂરો ખેતરે કે ઘરકામની મજૂરી કામે જતા નથી. ગામમાંથી કોઈપણ વ્યક્તિ મજૂરી કામ અન્ય ગામમાં જવા દેતા નથી.

3 વાર મિટિંગ થઈ પણ નિકાલ ન આવ્યો
મજૂરોએ ખેડૂતો સાથે ત્રણ મિટિંગ કરી છે. જેમાં 100થી મજૂરી વધારીને 125 રૂપિયા કરવા ખેડૂતોએ જણાવ્યું હતું પરંતુ મજૂરવર્ગે તે પણ ન સ્વીકારી 150 દૈનિક મજૂરી કરવા પર અડગ રહ્યાં છે.

અન્ય ગામના મજૂરોને કામ કરતાં અટકાવ્યા
અન્ય ગામમાંથી પારડીના ખેતરમાં કામ કરવા આવેલા મજૂરોને પણ કામ કરતાં પારડી ગામના મજૂરોએ અટકાવ્યા હતાં. હાલ શેરડી રોપાણ, ઘર કામ, ઢોર ઢાંખરના કામ અટકી પડ્યું છે.

મોંઘવારીને કારણે મજૂરી વધારવી જોઈએ
ગામમાં મજૂરી ઓછી મળે છે. જે વધારવા હડતાળ કરી છે. દૈનિક 100 રૂપિયા રોજ હતો તે વધારી 150ની માંગ છે. જેથી ગામમાં કે અન્ય ગામમાં મજૂરી કરવા કોઈ જતું નથી. મોંઘવારીમાં મજૂરી વધારવી જરૂરી છે. - ઈશ્વર હળપતિ, પારડી, કડોદ, સરપંચ

અન્ય સમાચારો પણ છે...