બારડોલી માંડવી રોડ પર રિસફેસિંગની કામગીરી હાથ ધરી હતી ત્યારબાદ વિવિધ જગ્યાએ બમ્પ બનાવવામાં આવ્યા છે. પરંતુ સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા કે રિફલેક્ટર ન મુકવામાં આવતાં રાત્રીના સમયે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. રાત્રીના સમયે અંદાજ ન આવતાં વાહનચલાક જોરદાર ઉછળતાં અકસ્માતની શક્યતા રહે છે.
ગત દિવસોમાં બારડોલી માંડવી રાજ્યધોરી માર્ગ પર રિસફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે રોડ પરના પટ્ટા અને મુકવામાં આવેલ રિફલેક્ટ રોડની નીચે દબાઈ ગયા હતાં. જેથી રાત્રીના સમયે વાહનચલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર વિવધ જગ્યાએ બનાવવામાં આવેલ સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા કે કોઈ રિફલેક્ટર ન લગાવવામાં આવતાં રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકોને અંદાજ ન રહેતા ગાડી બમ્પ પરથી જોરદાર ઉછળે છે અને અકસ્માતની શક્યતા રહેલી હોય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સફેદ પટ્ટા વગર સ્પીડબ્રેકરને કારણે કેટલાક વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે સંબંધિત તંત્ર વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી માંગ વાહનચાલકો કરી રહ્યાં છે.
રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધ્યું
સ્પીડબ્રેકર પર પટ્ટા કે રિફલેક્ટર મુકવામાં ન આવતાં અંદાજ આવતો નથી તેમજ રોડની સાઈડે પટ્ટા ન હોવાને કારણે સાઈડનો અંદાજ ન હોય અને ગાડી સાઈડ પર ઉતરવાનો ભય રહે છે. > અજય પટેલ, વાહન ચાલક
વરસાદને કારણે કામગીરી બંધ રહી છે
પટ્ટા પાડવાની અને રિફલેક્ટરની કામગીરી વરસાદને કારણે બંધ છે. ઉઘાડ નીકળતાં કામગ પૂર્ણ કરાશે. > ડી. કે. ચૌધરી, ડે.ઈજનેર, સ્ટેટ આર એન્ડ બી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.