• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kadod
  • Shraddha Involves The Presence Of The Father On The Day Of Amas, His Worship, Liberation From Debt Through Shraddha And Prosperity In The Home.

સર્વપિતૃ અમાસ:શ્રાદ્ધમાં અમાસના દિવસે પિતૃની ઉપસ્થિતિ હોય છે, તેમની પૂજા, શ્રાદ્ધથી દેવામાંથી મુક્તિ અને ઘરમાં સમૃદ્ધિ આવે છે

કડોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પરિવારમાં જે લોકોનું અકાળે મૃત્યુ થયું હોય અને તેમજ જેની મરણતિથી યાદ ન હોય. તેમના તર્પણ અને શ્રદ્ધ માટે સર્વપિતૃમોક્ષ અમાસનો દિવસ શ્રેષ્ઠ છેે. 11 વર્ષ બાદ ગજછાયા અને સર્વાસિદ્ધિ યોગ બની રહ્યો છે. જેથી શ્રાદ્ધનું મહત્વ વધી ગયું છે. યજ્ઞાચાર્યજી હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર આ વર્ષે ગ્રહોના સંયોગથી કુમાર યોગ પણ બની રહ્યો છે. 6 ઓક્ટોબરે અમાસનું શ્રદ્ધ છે. આ દિવસે જાણતા - અજાણતા, પિતૃ, પૂર્વજોનું સામૂહિક શ્રાદ્ધ કરી શકાશે. આ દિવસે સાંજે દીપદાનનું પણ વિશેષ મહત્વ છે.

આ યોગ પિતૃઓની મુક્તિ અને તૃપ્તી માટે ઉત્તમ
વેદોના અનુસાર ગજછાયા યોગમાં તર્પણ, પિંડદાન, પંચબલી, બ્રહ્મણભોજન કરાવવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. આ યોગ તેમની મુક્તિ અને તૃપ્તી માટે ઉત્તમ યોગ છે. ગજછાયા યોગમાં કરેલું શ્રાદ્ધ દાન પિત્રુઓને આવનાર 12 વર્ષ માટે ક્ષુધા શાંત થઈ જાય છે. જેનાથી શ્રાદ્ધનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
આ યોગમાં શ્રાદ્ધ અને પિતૃપૂજા કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ગજછાયા યોગમાં તર્પણ શ્રાદ્ધથી વંશ વૃદ્ધિ પિતૃના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે પિતૃ તેમની તિથી અનુસાર ધરતી પર અવતાર ન લઈ શકે. આવા પિતૃઓનું આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ.
જો કોઈ કારણસર શ્રાદ્ધ તિથીમાં શ્રાદ્ધ ન કરી શક્યા હોય અથવા મરણતિથી અજાણ હોય ત્યારે આ અમાસ પર શ્રાદ્ધ કરવામાં આવે છે. એવી માન્યતા છે આ દિવસે તમામ પિતૃ આપના આંગણે ઉપસ્થિત હોય છે.

આ દિવસે કરેલું શ્રાદ્ધ સંતાનોને પિતૃદોષોમાંથી મુક્તિ અપાવે છે
સર્વપિતૃ અમાસના દિવસે પંચબલી સાથે પિપળાની સેવા અને પૂજા કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. લોટામાં દૂધ, પાણી, કાળા તલ, મધ અને જવ ભેગા કરી પીપળાના મૂળમાં અર્પણ કરવું. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર ‘पुन्नामनरकात त्रायते इति पुत्रः’ જે નરકથી રક્ષા કરે તે જ પુત્ર છે. આ દિવસે કરેલું શ્રાદ્ધ પિતૃદોષમાંથી મુક્તિ અપાવે છે.

કન્યા રાશીમાં ચતુર્ગ્રહી યોગ બનેે છે
અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર, મંગળ અને બુધ મળીને કન્યા રાશીમાં ચતુર્ગ્રહી યોગ બનાવે છે. આ દિવસે સૂર્ય- ચંદ્ર સૂર્યોદયથી લઈ સાંજે 4.34 કલાક સુધી હસ્ત નક્ષત્રમાં રહશે. જ્યારે સૂર્ય હસ્ત નક્ષત્ર પર હોય અને ત્રયોદશીના દિવસે મધા નક્ષત્ર હોય છે. ત્યારે ગજછાયા યોગ બને છે.

અન્ય સમાચારો પણ છે...