ભાસ્કર વિશેષ:શનિ 7 મહિના ચાલશે સીધી ચાલ, 12 રાશિ પર અસર

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની અસર ઓછી થશે, રાજકીય ઉથલ પાથલ અને મોંઘવારી વધશે

ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની સોમવારથી સીધી ચાલ ચાલવાનું શરૂ થઈ ગઈ છે. શનિના પરિવર્તનથી રાસીના જાતકો પર સીધી અસર જોવા મળશે. યજ્ઞાચાર્યજીના જણાવ્યા અનુસાર વિશ્વમાં કોરોનાની અસર ઓછી થશે પરંતુ હિંસા રાજનીતિ ઉઠલ પાથલ, ચોરી જેવી ઘટનાઓ વધવાની શક્યા રહેલી છે.

શનિ 23 મે 2021 એટલે 141 દિવસથી વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યા હતાં. સોમવારથી સાત મહિના સુધી એટલે કે 29 એપ્રિલ 2022 સુધી મકર રાશિમાં માર્ગી રહેશે. શનિ સીધી ચાલથી ચાલશે. શનિના પરિવર્તની અસર તમામ રાશીઓ પર થશે. એવું માનવામાં આવે છે કે શનિ અનુકુળ હોય તો રંકને પણ રાજા બનાવી દે છે, અને અનુકુળ ન હોય તો રાજામાંથી રંક બનાવી દે છે. શનિને દંડાધિકારી અને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

શનિ 30 મહિના સુધી એક રાસીમાં ભ્રમણ કરે છે. બાર રાશિનું ચક્કર 30 વર્ષમાં પૂર્ણ થાય છે. શનિદેવની ચાલ બદલવાનું તેમજ પરિવર્તન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ દેવા કર્મના અનુસાર દંડ આપે છે. આ તુલા રાસીમાં ઉચ્ચ તો મેષમાં નીચના હોય છે. હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર શનિદેવ સોમવારે સવારે 7.48 વાગ્યાથી પોતાની રાશિ મકરમાં માર્ગી થઈ ગયા છે. શનિ સાડાસાતીથી પ્રભાવિત રાશીઓમાં રાહત પ્રદાન કરશે.

શનિ જાન્યુ.માં કુંભ રાશીમાં પ્રવેશ કરશે
પંચાગના અનુસાર શનિ જાન્યુઆરી 2023માં કુંભ રાશીમાં પ્રવેશ કરશે. શનિની કૃપા દ્રષ્ટી અને અનુકુળતા માટે ગરીબોને મદદ કરવી. અન્યાય તેમજ ભ્રષ્ટ્રાચારથી દૂર રહેવું. હનુમાન આરાધના કરવી, પીપળાને જળ અર્પણ કરવું. શનિ મંત્રનું જપ કરવું. શનિવાર અથવા મંગળવારે શનિ મંદિરે દીપ દાન કરવું. કાળી વસ્તુનું જરૂરિયાતમંદોને દાન કરવું. શનિની સીધી ચાલ ચાલવાથી કોવિડનો ભય ઓછો થશે. મોંઘવારી વધશે. અર્થ વ્યવસ્થામાં ધીરેધીરે સુધાર થશે. રાજનીતિ ઉથલ પાથલ સાથે હિંસા અને ચોરીની ઘટના વધશે.

ધન રાશિને સાડાસાતીમાં રાહત, મીન પર અસર

  • ધન | સાડાસાતીના પ્રભાવમાં રાહત રહેશે
  • મીન | સાડાસાતીનો પ્રભાવ રહેશે. મિથુુન અને તુલા રાશિ પર પ્રભાવ રહેસે
  • કર્ક અને વૃશ્ચિક | શનિના પ્રભાવમાં આવશે
  • વૃષભ અને સિંહ | પરેશાની વધશે તેમજ જીવનમાં ઉથલ પાથલની સંભાવના
  • મકર અને કુંભ | બંને શનિની રાશી છે. સાડાસાતીનો પ્રભાવ રહશે પરંતુ શનિ માર્ગી રહેવાથી રાહત રહેશે
  • મેષ અને કન્યા | મિશ્ર પ્રભાવ રહેશે
અન્ય સમાચારો પણ છે...