તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:42 ડિગ્રી તાપમાન સાથે શનિવાર સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો

કડોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સૂર્ય દેવતા પોતાના અસલી મિજાજમાં આવી રહ્યાં છે. દિન પ્રતદિન ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે. ગરમી વધવાથી જનજીવન પર અસર થઈ છે. આજરોજ ગરમીનો પારો 42 ડગ્રી પર પહોંચતાં લોકોએ આકરા તાપનો સામનો કર્યો હતો. શનિવારનો દિવસ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયું હતું.સુરત જિલ્લામાં સૂર્યદેવતા કોપાય માન થયા છે. શનિવારના રોજ તાપમાનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો છે. ગરમીને કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતાં. દિન પ્રતિદિન વધતી ગરમીને કારણે લોકોના જનજીવન વર અસર થઈ રહી છે.

અને લોકો ગરમીમાં ઠંડક મેળવવા લોકો વિવિધ વસ્તુનો સહારો લઈ રહ્યાં છે. ગરમીને કારણે ઠંડા પીણા કરતાં હવે લોકો સ્વદેશી વસ્તુનો પોતાની પસંદગી ઉતારી છે. રોડની સાઈડે ઊભા રહેલા શેરડીના રસના કોલા પર લોકો ગરમીથી રાહત મેળવવા માટે રસના ગુટડા મારતા નજરે પડ્યા હતાં. જ્યારે આઈસ્ક્રીમ અને તરબૂચના સ્ટોલ પર પણ લોકો ઠંડક મેળવતા નજરે પડ્યા હતાં. બપોરના સમયે કાળઝાર ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળ્યું હતું.

ગત વર્ષે આ સમયે તાપમાન 31 ડિગ્રી હતું
સુરત જિલ્લામાં 27મી માર્ચ શનિવારના રોજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી જ્યારે ન્યૂયનતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજ દિવસે ગત વર્ષે એટલે કે 27મી માર્ચ 2020ના રોજ મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. એટલે ગત વર્ષ કરતાં 11 ડિગ્રી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો