વિત્તરણ:પલસોદના રહીશોને આઇ એમ હ્યુમન દ્વારા કિટ અપાઈ

કડોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરન્ટાઈન કરવામાં આવતા સ્થાનિક રહીશોને ખાવાની મુશ્કેલી પડી રહી હતી

બારડોલી તાલુકાના પલસોદ ગામે ગત દિવસોમાં બે કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફળિયાને કોરન્ટાઈન કરવામાં આવ્યું છે. જેથી ફળિયામાં રહેતા રહીશોને ખાવાની મુશ્કેલી પડી રહી છે. જે અંગે દિવ્યભાસ્કર માં અહેવાલ પ્રસસિદ્ધ થતા બારડોલીની સેવાભાવી સંસ્થા દ્વારા કીટ આપી ગરીબ મજૂરોને પડતી હલકી દૂર કરાઇ.

આ ફળિયાના 18 ઘરોને કોરન્ટાઈન કરવામાં આવ્યા
પલસોદ ગામના અકોટી ફળિયામાં રહેતા 47 વર્ષીય યુવક અને 16 વર્ષીય તરુણના સેમ્પલ માં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી આ ફળિયાના 18 ઘરોને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે, અને પોલીસે બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેથી ફળિયાના રહીશો કામે જઇ શકતા નથી અને લોકોને ખાવની મુશ્કેલી પડી રહી છે. આ ફળિયામાં રહેતા લોકો ખેત મજૂરી કરી રોજનું લાવી જીવન ગુજરાન ચલાવે છે. કામે ન જઇ શકતા ખાવાના ફાંફા પડી રહ્યા છે. બે ત્રણ દિવસ આજુબાજુ વાળાએ થોડું ઘણું આપીને ચલાવ્યું, પરંતુ તેઓ પણ પૂરતી મદદ ના કરી શકતા હોય. હવે આ ફળીયાના રહીશો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા રાશન કીટ આપવામાં આવે એવી માગ કરવામાં આવી  રહી છે. જે અંગે 5 જુલાઈ ના રોજ દિવ્યભાસ્કર માં અહેવાલ પ્રસસિદ્ધ થતા બારડોલીની સેવાભાવી સંસ્થા આઈ એમ હ્યુમન દ્વારા 18 રાસન કીટ આપવામાં આવી છે. જેથી ગરીબ મજૂરોને રાહત થઈ છે.

દિવ્યભાસ્કરનો અહેવાલ વાયરલ થયા બાદ મદદ
દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં ગામના આગેવાન દ્વારા સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. મૂળ પલસોદ ગામના અને હાલ અમેરિકામાં રહેતા સેવાભાવી આગેવાનોએ કોરોન્ટાઇન કરેલા લોકોને જમાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...