તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુલાઈ વેપાર માટે ઉત્તમ:1 જુલાઇના રોજ રવિ પુષ્ય નક્ષત્ર રાજયોગ અને અમૃત સિદ્ધ યોગ

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં વેપાર ધંધાને ભારે નુકસાન થયું છે. હાલ બજારો ધીમેધીમે ખુલી રહ્યાં છે ત્યારે વેપારીઓને આશા છે કે વેપારમાં ગતિ પકડાય. જુલાઈ મહિલાનો વેપાર માટે ઉત્તમ સાબિત થશે. 31 દિવસમાંથી 19 દિવસ ખરીદી અને શુભકાર્યો માટે અતિશુભ અને લાભદાયી રહેશે.

સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, કુમાર યોગ, ત્રિપુષ્કર, દ્વિપુષ્કર, રવિ પુષ્યાઅમૃતા યોગ આવશે. 21 દિવસમાંથી 9 દિવસ સર્વ સિદ્ધ યોગ શુભ અવસર રહેશે.યગ્નાચાર્ય હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર આ શુભ યોગમાં કરેલ કાર્યો સફળ અને ફાયદાકારક સાબિત થશે. 8 રવિ યોગ રહેશે.

ખાસ કરીને રવિ પુષ્યાઅમૃત નક્ષત્ર, રાજયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ હોવાને કારણે તમામ કાર્યો વિશેષ ફળદાયી રહેશે. યજ્ઞ્ાચાર્યજીએ બતાવ્યું હતું કે આ દિવસે તમામ ખરીદી સ્થાઈ અને સમૃદ્ધિ આપનારી રહેશે.

જુલાઇ મહિનાના તહેવારો
{ 1 જુલાઈઅમૃત સિદ્ધિ યોગ
{ 5 જુલાઈયોગીની એકાદશી
{ 13 જુલાઈવિનાયક ચોથ
{ 20 જુલાઈદેવપોઢી એકાદશી
{ 21 જુલાઈજયા પાર્વતી વ્રત
{ 23 જુલાઈગુરુપૂર્ણિમા
{ 24 જુલાઈઅમરનાથ યાત્રા શરૂ
{ 26 જુલાઈજયા પાર્વતીવ્રત પૂર્ણ
{ 27 જુલાઈસંકટ ચોથ
{ 28 જુલાઈભીષ્મ પાંચમ
{ 31 જુલાઈકાલા અષ્ટમી

આ તારીખે રવિયોગ : 13, 15, 18, 20, 22, 23 અને 30 જુલાઈના રોજ રવિ યોગ રહેશે. યોગ શુભ અને આરોગ્ય પ્રદાન કનારા રહેશે. ગ્રહોની ગતિવિધી જોતા 22 જૂનથી 18 ઓક્ટોબર સુધી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહેશે અને કોરોનાના કેસ પણ કાબૂમાં રહેવાની શક્યતા જણાય રહી છે. પરંતુ કોવિડની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોસિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશનું પાલન કરવું.

અન્ય સમાચારો પણ છે...