કોરોના ઇફેક્ટ:પંચાયત વિભાગના કોરોના વોરિયરો સાથે અન્યાયની રાવ, વગર રજાએ 78 દિવસ કામ કરનારાની અવગણના

કડોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ સતત 78 દિવસથી એક પણ રજા ભોગવ્યા વગર જાન જોખમમા મુકી અવિરતપણે ગામ્ય કક્ષાએ કોવિડ કમાન્ડોની ભુમીકા ભજવી રહ્યાં છે. શંકાસ્પદ કોરોના વાઇરસના કેસો શોધીને રીફર કરવા, સેમ્પલો લેવા, દવા વિતરણ સહિતની કામગીરી કરી રહ્યા છે. ત્યારે મુખ્ય મંત્રીની સહી વાળુ  પ્રશસ્તિપત્ર અને મહેનતાણુ પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને આપવાને બદલે સી.એચ.ઓ.ને પંદર ઈન્ડીકેટર ધ્યાને લીધા વિના કોઈ  પણ શરત વગર દશ હજાર રૂપિયા ચુકવવાનો સરકારે નિર્ણય લેતા પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓને ફરી અન્યાય થતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વજુભા જાડેજા, અને મુખ્ય કન્વીનર સુરેશ ગામીતની એક અખબારી યાદીમા જણાવ્યા મુજબ આરોગ્ય  કમિશ્રનર કચેરીના તા.21-5-2020ના પરિપત્રમાં આપેલ માર્ગદર્શક સુચના મુજબ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોને સો ટકા પરફોર્મન્સ લીન્ક પેમેન્ટ ચૂકવવા 15 જેટલા ઈન્ડીકેટરને ધ્યાને લીધા વિના ચૂકવણા કરવાથી પુરુષ આરોગ્ય કાર્યકર અને સ્ત્રી આરોગ્ય કાર્યકરને પ્રફોર્મન્સ લીન્ક પેમેન્ટ ન ચૂવવાની સુચનાથી  કોવિડ- 19 સામે ઝઝૂમી રહેલા પાયાના લડવૈયાઓને હળાહળ ઘોર અન્યાય કરવામાં આવેલ છે. પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારી ઓનેને કોરોના વોરિયસ ન ગણી માનદ મહેનતાણાથી વંચિત રખાતા અગાઉ આરોગ્ય કર્મચારી મહાસંઘે તમામ સાત કેડરોને લાભ આપવા રજુઆત કરી હતી. ગત ડીસેમ્બર માસમા થયેલ આંદોલન સમયે અગ્ર સચિવ આરોગ્ય સાથેના  સમાધાન મુજબ 13 પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા બબ્બે વખત આરોગ્ય કર્મચારીઓએ  હડતાળ  પાડવી પડી છે અને સરકાર સાથે સરકારની શુભ નિષ્ઠા પર ગુજરાત રાજ્ય  આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકાર સાથે  બબ્બે  વખત સમાધાન કરવા છતા આજ સુધી ૧૩ માથી એકેય પ્રશ્નો નો ઉકેલ કે માંગણી ન સ્વીકારી પંચાયતના આરોગ્ય કર્મચારી મહાસંઘ સાથે વિશ્વાસ ધાત કરી રહ્યા છે. એવી લાગણી આરોગ્ય   કર્મચારીઓમાં ઉદ્દભવી રહી છે જેથી કર્મચારીઓમાં   ઉગ્ર આક્રોષ અને તીવ્ર રોષ વ્યાપી જતા ટુક સમયમા ફરી પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ સરકાર સાથે બાથ ભીડેતો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...