તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મઢી સુરાલીમાં રામરોટલો સેવા, નિઃસહાયને નિઃશુલ્ક ટિફિન

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મઢીમાં રામ રોટલો સેવા શરૂ કરનાર આગેવાનો. - Divya Bhaskar
મઢીમાં રામ રોટલો સેવા શરૂ કરનાર આગેવાનો.
  • ગામના આગેવાનો ભેગા થઈ રામ રોટલો કાર્યવાહક સમિતિનું ગઠન કર્યુ

બારડોલીના મઢી સુરાલી ગામના આગેવાનો અને જાગૃત નાગરિકો એકત્ર થઈને જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારવા માટે રામ રોટલો સેવાનો પ્રરંભ કર્યો છે. જેમાં 25 જેટલા નિઃસહાય, નિરાધાર, વૃદ્ધો અને દિવ્યાંગોનો સમાવેશ કરીને નિઃશુલ્ક ટીફીન શરૂ કરી છે. તેમજ મઢી રેલવે સ્ટેશન ખાતે લોજમાં ન્યનૂત્તમ શુલ્કમાં રામરોટલો સેવાનો પ્રારંભ કર્યો છે.

મઢી ગામના આગેવાન સ્નેહલ શાહે ગામના આગેવાનોને અનુરોધ કર્યો હતો કે મઢી સુરાલીમાં એકલા રહેતાં નિ:સહાય, નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગો માટે નિ:શુલ્ક ટીફીન સેવા તથા સક્ષમ હોય છતાં એકલા રહેતાં હોય એમના માટે રાહત દરે ભોજનસેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. જેને ગામના સૌ રાજકીય તથા સામાજિક આગેવાનોએ સહર્ષ સ્વીકારી લીધી હતી, અને તારીખ 17 મેના રોજ રામરોટલો કાર્યવાહક સમિતિનું ગઠન થયું હતું. સૌ આગેવાનોએ એકઠા થઇ બંને ગામોના સરપંચોની મદદથી તથા પત્રિકા વહેંચી આવા એકલા રહેતાં નિ:સહાય, નિરાધાર, વૃદ્ધો અને દિવ્યાંગોની યાદી તૈયાર કરી હતી.

જેની સમીક્ષા કરી હાલ પચીસ જેટલાં ટિફિન નિ:શુલ્ક પહોંચાડવાની શરૂઆત 15 જૂનથી થઇ ગઇ છે. સાથે જ મઢી સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ શ્રીનાથજી ભોજનાલય ખાતે અન્ય જરૂરીયાત મંદોને રાહત દરે રામરોટલો મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ રામરોટલો માં દાળ, ભાત, શાક, રોટલી તથા કચુંબરનું લિમિટેડ મેનું સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં રામરોટલો કાર્યવાહક સમિતિ દ્વારા મઢી સુરાલીના તથા દેશ વિદેશમાં વસતાં NRI ગ્રામજનોને આહ્વાન કરવામાં આવ્યું છે કે”તેઓની વર્ષગાંઠ, સ્વજનોની પુણ્યતિથિ, લગ્ની તારીખ, બાળકોનો જન્મ અથવા અન્ય પ્રસંગે ભૂખ્યાંને ભોજન જમાડી એમની આંતરડી ઠારી તેઓના હિસ્સાનું પૂણ્યનું ભાથું બાંધી શકે છે. રામ રોટલા કાર્યવાહક સમિતીના કાર્યને બંને ગ્રામજનોએ આવકાર્યું છે. સમિતી દ્વારા જણાવવામાં આવ્યું છે આ સેવા અવિરત શરૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...