તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલી ગુણવંતી નદીમાં મઢી સુગર દ્વારા ગંદુ દુર્ગંધ યુક્ત પાણી છોડવામાં આવતાં ભયંકર દુર્ગધને કારણે રહીશો ત્રસ્ત થઈ ગયા છે. જેથી આજુબાજુના ગામના આગેવાનો એકત્ર થઈ સુગરને તાળાબંધી કરી હતી. તાળાબંધી કરવા આવેલા 16 જેટલા ગ્રામજનોને પોલીસને ડિટેઇન કર્યા હતાં.
સુરત જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબહેન ચૌધરીની અધ્યક્ષતામાં આજરોજ મઢી, સુરાલી, વાંસકૂઈ, જૂનવાણી, બાલદા, કાંટી ફળિયા, કોટમુંડા સહિતના ગામના આગેવાનો એકત્ર થયા હતા અને મઢી સુગર સહિત સુરાલી ગ્રામ પંચાયત અને મઢી ગ્રામ પંચાયતના તાળા બંધી કરવા નીકળ્યા હતાં. બારડોલી તાલુકાના મઢી ખાતે આવેલ મઢી સુગર ફેક્ટરીમાંથી છેલ્લા ઘણા સમયથી કમિકલ યુક્ત પાણી મઢીની ગુણવંતી નદીમાં છોડતાં હોવાથી ગામમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી. જેના કારણે નદીનું પાણી ગંદુ થઈ જતાં બિનઉપયોગી બન્યું છે.
આ ઉપરાંત નદીના કિનારાના ઘરોમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ન છોડવા માટે અગાઉ ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ ઠોસ કાર્યાવહી કરવામાં ન આવતાં ગ્રામજનોએ રોષ પ્રગટ કર્યો હતો. વારંવારની રજૂઆત કરવા છતાં પાણી બંધ ન થતાં દૂષિત પાણી બંધ ન થતાં આજરોજ આઠ ગામના આગેવાનો મઢી સુગર ખાતે તાળા બંધી કરવા પહોંચ્યા હતાં. મઢીના આગેવાન સ્નેહલ શાહ દ્વારા મઢી સુગર ફેક્ટરીને તાળા બંધી કરી હતી. આ દરમિયાન ઉપસ્થિત પોલીસ સ્ટાફે 16 લોકોને ડિટેન કર્યા હતાં. જેમાં મીનાબહેન ચૌધરી (જિલ્લા પંચાયત સદસ્ય), સ્નેહલભાઈ શાહ (કોંગી આગેવાન) અને જયાબહેન (ભેસુદલા તા. પં. સભ્ય)અને થોડા સમય બાદ છોડી દેવામાં આવ્યા હતાં.
શાળમાં બાળકો બારી બંધ કરી બેશે છે
શાળાની બાજુમાંથી પસાર થતી નદીમાંથી ભારે દુર્ગંધ આવતી હોવાથી શાળામાં બાળકોએ પણ ક્લાસરૂમની બારી બંધ કરીને બેસવું પડે છે. આ સાથે નદી કિરનારે રહેતા રહીશોએ પણ માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધનો સામનો કરવો પડે છે.
48 કલાકની મોહલત,72 કલાકે પણ પાણી બંધ ન થયુ
અમે સોશિયલ મીડિયા પર પાણી બંધ કરવા 48 કલાકની મોહલત આપી. છતાં 72 કલાકે બંધ ન થતાં અમે તાળા બંધીનો કાર્યક્રમ કર્યો હતો. હજુ પણ દુષિત પાણી નદીમાં વહે છે. જો આ પાણી બંધ ન થશે તો ગાંધી માર્ગે આંદોલન કરીશુ. તો પણ નિરાકરણ ન આવે તો અનશન કરીશું. > સ્નેહલ શાહ, મઢી
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.