તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાશ:ખોજ ગામે જાહેરાત કર્યા બાદ વેક્સિનના ડોઝ ઓછા આવતાં લોકોએ નિરાશ થવું પડ્યું

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ કરવા માટે ગામમાં જાહેરાત કરતા લોકો મજૂરી કામ માટે ન ગયા અને ધક્કો ખાધો

કોરોનાને સામે રસીકરણ એક અમોધ હથિયાર છે, જેથી સરકાર રસીકરણ પર વધુમાં વધુ જોર આપી રહી છે. ત્યારે કેટલીક જગ્યાએ રસીઓ ખુટી પડતાં લોકો ધક્કે ચઢી રહ્યાં છે. બારડોલી તાલુકાના ખોજ ગામે મંગળવારના રોજ રસીકરણનો કેમ્પ હોય જે અંગે જાહેરાત કરી હતી. જેથી ગ્રામજનોએ રજા પાડી હતી, પરંતુ રસી ઘટી જતાં કેટલાક લોકો રસીથી વંચિત રહી જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ સરકાર વધુમાં વધુ રસીકરણ કરવા પર જોર આપી રહી છે. ત્યારે કેટલાક સેન્ટરો પર રસીખુટી જતાં લોકોમાં નીરાસા સાથે રોષ જોવા મળે છે.

આવી જ ઘટના બારડોલી તાલુકાના ખોજ ગામે મંગળવારના રોજ બની હતી. સોમવારના રોજ ગામમાં જાહેરાત કરવામાં આવી હતી કે મંગળવારના રોજ રસીકરણ માટે કેમ્પ છે. જેથી લોકોએ હાજર રહેવું અને વધુમાં વધુ રસીકરણ કરી શકાય. જે જાહેરાત બાદ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતાં લોકોએ આજે મજૂરીએ ગયા ન હતાં. સવારથી જ રસીરણ કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સવારથી રસીકરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 30 લાભાર્થીને રસી આપવામાં આવી હતી. મોટાભાગના ગ્રામજનોએ લોકો રસીથી વંચિત રહેવું પડ્યું હતું. રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

રસીકરણ કેન્દ્ર પર 100 જેટલા લોકો ઉપસ્થિતિ હોય જેની સામે માત્ર 30 જેટલી રસી આપવામાં આવી હતી. રસી ખૂટી જતાં લોકોએ અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું પરંતુ તાલુકા પંચાયતના અધિકારીએ ના પાડતાં ઉપસ્થિત લોકોએ રસીકરણ વગર ઘરે જવું પડ્યું હતું.

અમે 20થી 25 યુવાનોએ રજા પાડી તે વ્યર્થ ગઈ
ગામમાં જાહેરાત કરવામાં આવી હતી કે મંગળવારે રસીકરણ કરવાવવું ફરજિયાત છે, જેથી અમો મજૂરી કામ માટે ગયા ન હતાં. સવારથી રસીકરણ કેન્દ્ર માટે ગયા પરંતુ રસી ખૂટી જતા અમને રસી આપવામાં ન આવી હતી. અમે 20થી 25 યુવાનોએ રજા પાડી તે વ્યર્થ ગઈ છે. > શૈલેશ રાઠોડ, યુવાન, ખોજ

30 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
ગામમાં આજરોજ રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગતરોજ રસીકરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. ડોઝ ઓછા આવવાથી અમુક લોકો રસીકરણથી વંચિત રહ્યા હતાં. > વિજયભાઈ, ઉપસરપંચ, ખોજ

અન્ય સમાચારો પણ છે...