તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસકૂઈ ગામની ઘટના:પરિણીતાએ ઝેર પીતા તબિયત લથડી, બાદમાં ફાંસો ખાતાં દોરી તૂટી

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસકૂઈ ગામની ઘટના, પરિણીતા સારવાર હેઠળ
  • પરિણીતા અને સાસુ વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે

બારડોલી તાલુકાના વાંસકૂઈ ગામે રહેતી પરિણીતાનો સાસુ સાથે જમીન બાબતે ઝઘડો ચાલી આવતો હોય. જેમાં ગત દિવસોમાં સાસુ સાથે ફરી કોઈ કારણસર ઝઘડો થતાં પરિણીતાએ ઘાસમાં મારવાની દવા પી લીધી હતી. જેનાથી તબિયત બગડી જતાં પરિણીતાએ ફાંસો ખાવાની કોશિશ કરી હતી, પરંતુ દોરી તૂટી ગઈ હતી. હાલ પરિણીતા સારવાર હેઠળ છે.પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના વાંસકૂઈ ગામે ગામીત ફળિયામાં રહેતી કલ્પનાબહેન રાજેશભાઈ ચૌધરી (48) તેમના સાસુ જાતરીબહેનથી અલગ રહે છે.

કલ્પાનાબહેન અને તેમના સાસુ સાથે જમીન બાબતે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હોય. ગત 16મી જૂનના રોજ સાસુ જાતરીબહેને કલ્પાનાબહેનના ઘરની મોટરનો પાઈપ કાપી નાંખ્યો હતો. જે અંગે સાસુને સમજાવવા જતા તેઓ કંઈ બોલતા ન હતાં. જેથી કલ્પાનાબહેનને ખોટુ લાગી આવતા તેમણે ઘાસ મારવાની ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે તેમની તબિયત બગડી હતી. તેમના પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેઓ ઘરમાં લગાવેલ પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાવાની કોશિશ કરતાં દોરી તૂટી ગઈ હતી.

કલ્પાનાબહેનને તબિયત બગડતાં તેમને સારવાર માટે કાકરાપાર અણુમથક ટાઉનશીપની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ છે. ઘટના અંગે કલ્પનાબહેને ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ મઢી ઓપીના જમાદાર મુકેશભાઈ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...