બારડોલી તાલુકામાં વીજપોલ પરથી વીજતાર ચોરીના બનાવો વધી રહ્યાં છે. ગત બે દિવસ અગાઉ પણદા ગામેથી જીવંત વીજતારની ચોરી થઈ હતી. બે દિવસ બાદ ફરી પણદાથી ખરવાસા જતા રોડ એગ્રીક્લ્ચર લાઈનના 70 કરતાં વધુ વીજપોલ પરથી વીજતારની ચોરી તસ્કરો કરી જતાં ખેડૂતોના માથે સંકટ ટોળાઈ રહ્યું છે. તસ્કરો મોટા પ્રમાણમાં વીજતારની ચોરી કરી જતાં જાણે તેમનો પોલીસને ડર રહ્યો નથી.
ઉનાળામાંપાકને પાણીની તાતી જરૂર પડે છે. વીજ કંપની દ્વારા વીજળી 6 કલાક આપતાં હોય તેની સામે લડત લડીને 8 કલાક વીજળી માટે ખેડૂતો ઘણી મહેનત કરવી પડી. જ્યારે આઠ કલાક વીજળી થઈ છે ત્યારે વીજ લાઈન ચોરીની ઘટનાઓ બની રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ગત દિવસોમાં બારડોલી તાલુકાના વરાડ પણદા ગામે આવેલ અવેર વગામાંથી તસ્કરો એગ્રીકલ્ચર વીજ લાઈનના 3 કિમી જેટલા તારની ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ વીજ કંપની દ્વારા નવી લાઈન નાંખી દેતા ખેડૂતોને રાહત થઈ છે. આ ઘટનાની સાહી સૂકાઈ નથી ત્યાં ફરી પણદાથી ખરવાસા જાતાં રોડ 70 કરતાં વધુ થાંભલા પરથી જીવંત વીજતારની ચોરી કરી ગયા હતાં.
અંદાજિત 3થી 4 કિમીના તારની ફરી ચોરી થતાં 200થી વધુ વીંઘા જમીનને અસર પડશે. પાણીની જરૂર છે ત્યારે વીજ લાઈન ચોરાઈ જતાં ખેડૂતોએ પાકને પાણી કેવી રીતે આપવું એ એક સમસ્યા ઊભી થઈ છે. એક સપ્તાહમાં બીજીવાર વીજ તારની ચોરી થઈ છે. જાણે કે તેમને પોલીસનો ડર રહ્યો નથી. વીજ કંપની વહેલી તકે ફરી વીજ લાઈન કાર્યરત કરે એવી માંગ ઉઠી છે.
તારની ચોરીમાં કોઇ જાણભેદુની સંડોવણી
એક જાણકારના જણાવ્યા મુજબ જીવંત વીજ તારની ચોરીમાં જાણભેદુનો હાથ હોવો જોઈએ. કારણ કે, તેનેજ ખબર હોય છે કે ક્યારે વીજ પ્રવાહ ચાલુ છે અને ક્યારે બંધ હોય છે. તેમજ મોટા પ્રમાણમાં અને થોડા સમયમાં ચોરી કરવી એ જાણકારનું કૃત્ય હોવાનું નકારી શકાય તેમ નથી.
કેબલ ચોરીથી વીજ ધાંધિયા વધ્યા
હાલ ઉનાળામાં નહેરનું રોટેશન પણ બંધ થયું છે. હવે પાકને પાણી આપવું કેવી રીતે તે એક પ્રશ્ન છે. પાણી સમયસર ન મળે તો મહેનત માથે પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.