લોકડાઉન 4:મઢીનો માથાભારે ટીકો રબારી ઓપીના કમ્પાઉન્ડમાં નશો કરીને આવતા અટક, પલસાણા પોલીસે કબજો લીધો

કડોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તૂંડીના ફાર્મ હાઉસમાં રાયોટિંગના ગુનામાં વોન્ટેડ હતો, પલસાણા પોલીસે કબજો લીધો

27મી મેના રોજ મઢી આઉટ પોસ્ટના કમ્પાઉન્ડમાં મઢીનો માથાભારે ઈસમ સંજય ઉર્ફે ટીકો રબારી નશાની હાલતમાં લવારા કરતો હતો, જે અંગે ફરજ પરના જમાદારને જાણ થતાં તેની અટક કરી મેડિકલ તપાસ કરાવી પંચનામું કાર્યવાહી કરી હતી.  તેમજ 2019ના વર્ષમાં મારવાની આપેલી અરજીમાં સંદર્ભે તેની ગુનો નોંધ્યો છે.  મઢી આઉટ પોસ્ટના કમ્પાઉન્ડમાં 27મીના રોજ મઢી બાબુનગર ખાતે રહેતો સંજય ઉર્ફે ટીકો ગોવિંદ રબારી (27) નશાની હાલતમાં અને લવારા કરતાં જણાયો હતો. જે અંગે મઢી આઉટ પોસ્ટના જમાદાર મુકેશભાઈએ તેની અટક કરી મેડિકલ તપાસ કરાવતાં તે નશો કરેલો હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે જાહેનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ વર્ષ 2019ના સપ્ટેમ્બરમાં સુરાલી રહેતા બિજલભાઈ ભીખાભાઈ સાટિયાનો દીકરો સંજય રામાભાઈના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ત્યાંથી પસાર ટીકા રબારીને હાથ ઉંચો કર્યો હતો. જેથી તેણે જણાવેલ કે તે હાથ ઉંચો કેમ કર્યો અને હવે પછી હાથ ઉંચો કરશે તો જાનથી મારીનાંખીશ તેમજ આ રોડ પર પણ દેખાશે તો મારી નાંખીશ. જે રાજુભાઈના પિતા બિજલભાઈ ભીખાભાઈ સાટિયાએ અરજી આપી હતી. જે અરજી સંદર્ભે પોલીસે તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

અન્ય સમાચારો પણ છે...