કોરોના અપડેટ:સુરત જિલ્લામાં સપ્ટેમ્બરમાં માત્ર 26 કેસ, જે કોરોના કાળમાં સૌથી ઓછા

કડોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ 2021માં રોજ 322 કેસ મળ્યા જે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 1થી પણ ઓછા થયા

સુરત જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી માંગરોળ તાલુકાના વસરાવી ગામે માર્ચ 2020 માસમાં નોંધાયો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બર 2020માં સૌથી વધુ 3149 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ કોરોનાનું સંક્રમણ ધીમી પડ્યું હતું. કેસ ઘટતા - ઘટતા ફેબ્રુઆરીમાં 144 નોંધાયા હતાં. ત્યારબાદ એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હતી આ મહિનામાં સૌથી વધુ 9687 પોઝિટિવ કેસ એપ્રિલ 2021માં નોધાયા હતાં. આ દરમિયાન જિલ્લાની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી. સ્મશાનોમાં લાઈનો જોવા મળી હતી.

આ કપળા કાળમાં આરોગ્ય વિભાગના ચોપડે 56 મોત નોંધાયા હતાં. જ્યારે મે માસ બાદ કેસમાં ઘટાડો નોંધાયો હતો. કોરોના કાળમાં 17માસમાં સૌથી ઓછા કેસ સપ્ટેમ્બર માસમાં માત્ર 26 નોંધાયા હતાં. અને મોતનો આંકડો 0 રહ્યો હતો. જોકે, વેક્સિનેશન વધુ હોવાથી કેસમાં નિયંત્રણ થયું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...