તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્ટ એટેકથી મોત:રસ્તામાં મંદિરે દર્શન કરવા રોકાયેલા વેપારી પાસેના ખેતરમાંથી મૃત મળ્યા

કડોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સતીષ ભાઈ - Divya Bhaskar
સતીષ ભાઈ
 • સુરતથી માંડવી જતી વેળાએ વાઘેચાના મંદિરે રોકાયા હતા

સુરતના વેપારી કાર ભાડે કરી માંડવી જવા નીકળ્યા હતા. રસ્તામાં વાઘેચાના મંદિરે દર્શન કરવા કાર થોભાવી હતી. જે બાદ તેમનો મૃતદેહ મંદિરની પાછળ આવેલા ખેતરમાંથી આવ્યો હતો. સુરત શહેરના પરવટ પાટિયખાતે રહેતા સતીષભાઈ હરિનારાયણભાઈ ભત્તાદ (53) જેઓ પશુ આહારની દલાલીનું કામ કરે છે. જેઓ 2 ફેબ્રુઆરીના રોજ 1.00 વાગ્યે ઈકો ગાડી ભાડે કરી માંડવી કામ અર્થે જઈ રહ્યા હતાં. રસ્તામાં વાઘેચા ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતાં. થોડા સમય બાદ સતીષભાઈ ગાડી પાસે આવીને ડ્રાઈવરને જણાવ્યું હતું કે મંદિરમાં હવન ચાલે છે, જેથી વાર લાગશે. જેથી ડ્રાઈવર ગાડીમાં સૂઈ ગયો હતો.

રાત્રિના 8.00 વાગ્યાના અરસામાં ડ્રાઈવર પર ગાડી માલિકનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે સતીષભાઈના પરિવારજનો સતીષભાઈની ચિંતા કરે છે. જેઓ ફોન રિસિવ કરતાં નથી, જેથી ડ્રાઈવર મંદિરમાં જઈને જોયું તો સતીષભાઈ હાજર ન હતાં. જે અંગેની જાણ પરિવારને કરતાં પરિવારજનો વાઘેચા આવી પહોંચ્યા હતાં. રાત્રિ દરમિયાન તપાસ કરતાં મંદિરના પાછળના ભાગે રાજુભાઈ છોટુભાઈ રાઠોડના ખેતરમાં સતીષભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ કડોદ ઓપીના જમાદારે પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. પીએમમાં પ્રાથમિક દ્રષ્ટીએ સતીષભાઈનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો