• Gujarati News
  • National
  • Of The 293 Infections Found In The Last 7 Days, Only 13 Hospitalized Other Home Isolates

કોરોના સંક્રમણ:અંતિમ 7 દિવસમાં મળેલા 293 સંક્રમિતોમાંથી માત્ર 13 જ હોસ્પિટલમાં અન્ય હોમઆઈસોલેટ

કડોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં કોરોનાની સ્પીડ ચિંતાનજક પરંતુ મારકક્ષમતા હળવી દેખાતા રાહત

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણે રફતાર પકડી છે. જિલ્લા ત્રીજી લહેરની દસ્તક થઈ ગઈ છે. ગત 7 દિવસમાં 293 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર 13 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. અન્ય દર્દીઓને હોમઆઈસોલેસનમાં છે.

01 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં 293 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ બારડોલીમાં 91 દર્દી નોંધાયા છે. સંકમિત થયેલા દર્દીઓ પૈકી 98 ટકા દર્દીઓએ વેક્સિનેટેડ છે. સાત દિવસમાં થયેલા સંક્રમિતોમાં માત્ર 13 દર્દીઓને સામાન્ય લક્ષણો જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેઓની સ્થિતિ પણ સ્ટેબલ છે. જ્યારે 279 દર્દીઓ હોમ આઈસોલેશનમાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

જિલ્લાના 28 ટકા કેસ બારડોલીમાં
સુરત જિલ્લામાં 1થી 7 જાન્યુઆરી દરમિયાન 293 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પૈકી બારડોલી તાલુકામાં સૌથી વધુ 91 દર્દીઓ નોંધાયા છે. બારડોલી તાલુકામાં હાલ 3 દર્દીઓ હોસ્પિટલ સારવાર હેઠળ છે. જેમાં બે દર્દીઓની ઉંમર 14 અને 15 વર્ષથી છે. સારવાર લઈ રહેલા તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

કોઇને વેન્ટિલેટરની જરૂર પડી નથી
હાલ 13 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત સ્ટેબલ છે. કોઈ પણ દર્દીને વેન્ટીલેટરની જરૂર પડી નથી. હોમ આઈસોલેશન દર્દીનું અમારા તરફથી સતત મોનીટરિંગ થતું રહે છે. લોકો ફરજિયાત માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, ભીડભાડ વાળી જગ્યા જવાનું ટાળવું અને સામાન્ય લક્ષણ દેખાતા નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. > ડો. હસમુખ ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી

1થી 7 જાન્યુઆરી દરમિયાન મળેલા દર્દીઓ

તાલુકોકેસ
ચોર્યાસી35
ઓલપાડ27
કામરેજ32
પલસાણા24
બારડોલી91
મહુવા31
માંડવી31
માંગરોળ18
ઉંમરપાડા4

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...