તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રત્યક્ષ શિક્ષણ:હવે ધોરણ 6થી 8ના વર્ગો પણ 18મીથી શરૂ કરવાની તૈયારી

કડોદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 434 શાળાના 37482 વિદ્યાર્થીઓ ફરી ઓફલાઇન શિક્ષણ મેળવતા થશે

છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે શાળામાં શિક્ષણ કાર્ય બંધ હતું. હાલ કોરાની સ્થિતિ કાબૂમાં આવતાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પહેલા 10 અને 12ના વર્ગો શરૂ થયા હતાં. ત્યારબાદ 9 અને 11ના વર્ગો શરૂ થયા છે. હવે આવનારી 18મી ફેબ્રુઆરીથી 6થી 8ના વર્ગો શરૂ થનારા છે. જિલ્લાની 434 શાળામાંથી 37482 વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં જોડાશે.

સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ જેટલા સમયથી શાળામાં શિક્ષણ કાર્ય કોરોનાને કારણે બંધ રાખવામાં આવ્યું હતું, જેથી બાળકોને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, હાલ સુરત જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી હોવાથી સરકાર દ્વારા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. હવે ધોરણ 6થી 8નું શિક્ષણ કાર્ય 18મી ફેબ્રુઆરીથી શરૂ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સુરત જિલ્લામાં પણ 18મી ધોરણ6થી 8ના વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અભ્યાસમાં માટે શાળાએ આવશે.

શાળામાં કોવિડ ગાઇડલાઇન ચુસ્ત પાલન કરવામાં આવશે
સુરત જિલ્લા શિક્ષણાધિકારી દીપકભાઈ દરજીના જણાવ્યા અનુસાર ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થનાર છે, જે અંગે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીઆરસી, સીઆરસી અને ટીપીઓને માર્ગદર્શન અપાશે. સાથે તમામ શાળા સંચાલકોને એસઓજીનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવાશે.

સંમતિપત્ર આપવું આવશ્યક રહેશે
6થી 8ના વિદ્યાર્થીઓ શાળાએ પ્રત્યેક્ષ અભ્યાસ માટે જશે ત્યારે વાલીઓનું સંમતીપત્ર શાળામાં અવશ્ય આપવાનું રહશે.

ધો. 1થી 5ના વર્ગ પણ શરૂ કરવાની તૈયારી
18મીથી 6થી 8ના વર્ગો શરૂ થયા બાદ આવનારા દિવસોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માટે પણ શાળાઓએ તૈયારીઓ આરંભી દીધી છે.

વર્ગ ખંડોને સેનેટાઇઝ કરવાનું શરૂ કરી દેવાયું
શાળામાં વર્ગોની સાફ સફાઈ સાથે સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો