તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણયની અસર:જિલ્લાની 350થી વધુ શાળાનો લાખોનો ખર્ચ બચશે

કડોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 મીટર સુધીની ઉંચાઇ ધરાવતી શાળાને ફાયર NOCમાંથી મુક્તિ આપવાના નિર્ણયની અસર
  • કોરોનામાં પહેલેથી જ આર્થિક ભીંસમાં મુકાયેલી જિલ્લાની 50 % વધુ શાળાને ફાયર સેફ્ટી પાછળ 7થી 10 લાખ નહીં ખર્ચવા પડે

તાજેતરમાં સરકારે શાળાઓ માટે ફાયર નિયમમાં ફેરફાર કરી 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી શાળાઓને રાહત આપતા સુરત જિલ્લાની અડધીથી ઉપર શાળાના સંચાલકોએ રાહત અનુભવી છે. ગત દિવસોમાં બનેલી આગની ઘટના બાદ સરકાર દ્વારા શાળાઓમાં ફાયર સેફ્ટી સીસ્ટમ ફીટ કરી NOC ફરજિયાતનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તમામ શાળાઓએ ફાયરનું એનઓસી લેવાનું રહેશે. અને જો ફાયર સેફ્ટીનું એનઓસી ન હોય તો શાળાને દંડ સહિત શિક્ષાત્મક કાર્યાવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે.

જે પરિપત્રથી શાળા સંચાલકો દોડતા થઈ ગયા હતાં.સુરત જિલ્લામાં અંદાજિત 700 જેટલી શાળાઓ આવેલી છે. જેમાં આંગણીને વેઢે ગણાય એટલી શાળાઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમથી સજ્જ હશે. જેમાં નાની શાળા ચલાવતાં સંચાલકોએ મુશ્કેલીમાં મુકાય ગયા હતાં. ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવા માટે અંદાજિત 7થી 10 લાખનો ખર્ચ થાય છે. હાલ કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ છે. 50 ટકા ફી શાળામાં જમા થતી નથી. આવા કપરા સમયમાં સિસ્ટમનો ખર્ચ કરવો શાળા માટે શક્ય ન હોય અને શાળા બંધ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

જે અંગે શાળા સંચાલકો દ્વારા સરકારમાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ દ્વારા સરકારમાં ઠોસ રજૂઆત કરી હતી. જેના સરકાર ગંભીરતા પૂર્વક લેતા સરકારે ફાયર સેફ્ટી એનઓસીના નિયમમાં થોડો ફેરફાર કર્યો છે. જે શાળા 9 મીટર કે તેથી ઓચી ઉંચાઈ ધરાવતી હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર એનઓસી લેવાનું રહેશે નહીં.

આવી શાળાઓએ નિર્દિષ્ટ નિયમ અનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને સેલ્ફ અટેસ્ટેડ સ્વપ્રમાણિત રીતે ફાયર NOC જાતે મેળવી શકશે, અને જેની જાણ સંબધિત શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે. BUP ની પરમીશન માટે 3થી 6 મહિના સમય આપવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે

અગ્નિશામક બોટલ સહિતની વ્યવસ્થા આવશ્યક
9 મીટર કે તેથી ઓછી ઉંચાઈ ધરાવતી શાળાએ 100 રૂપિયાના સ્ટેમ્પ પર સેલ્ફ એટેટસ્ટ પ્રમાણ એન્જિનયર સાથે રાખી બનાવવાનું રહેશે. અકસ્માત સમયે આગ પર કાબૂ લેવા માટેના અગ્નિશામક બોટલ, રેતી ભરેલી ડોલ સહિતના સાધનો અવશ્ય મુકવાના રહેશે.

9.6 મીટર સુધીની શાળાને પણ મુક્તિ આપવા રજૂઆત કરાઇ
સરકાર દ્વારા ફાયર એનઓસી ફરજિયાતના નિયમમાં થોડો ફેરફાર કરીને 9 મીટર કે તેથી ઓછી ઉંચાઈ ધરાવતી શાળાને છૂટ આપવામાં આવી છે. પરંતુ હવે એક પ્રશ્ન એ ઊભો થયો છે. કે કેટલીક શાળાની ઉંચાઈ 9 મીટરથી થોડી વધુ છે. જેમકે 9.2 મીટર 9.6 મીટર આવી શાળાના સંચાલકોએ ફરી એક વાર સરકારને રજૂઆત કરી છે. કે ગ્રાઉન્ડ ફ્લોર +2 ફોર ગણી શાળાને એનઓસી નિયમમાંથી મુક્તિ આપવામાં આવે એવી સરકારને અપિલ કરી છે.

નાની શાળાઓને ઘણી રાહત થશે
સરકાર દ્વારા લીધેલ નિર્ણયને શાળા સંચાલકો મંડળોએ આવકાર્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને લીધેલ નિર્ણય યોગ્ય છે. નાની શાળાની આર્થિકિ સ્થિતિ પાતળી છે. આ નિર્યણથી શાળા સંચાલકોએ રાહત અનુભવી છે. બાકી રહેલા ચાવીરૂપ શિક્ષણના પ્રશ્નો ઝડપથી વાચા આપવા જરૂરી છે. > ભાસ્કર શાહ, ગુજરાત રાજ્ય શાળા મહામંડળ, ઉપપ્રમુખ

હાલની સ્થિતીમાં નિર્ણય યોગ્ય
સરકાર દ્વારા ફાયર એનઓસીનો નિર્ણયએ શાળાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લીધો છે તે યોગ્ય નિર્યણ છે. > જાગૃતિબહેન શાહ, એમ. બી. પટેલ શાળા, આચાર્યા

અન્ય સમાચારો પણ છે...