તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:જિલ્લામાં આવતી કાલથી મેઘરાજાનું આગમન

કડોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવનની ગતિ પણ 25 કિમી સુધીની રહેવાની શક્યતા

સુરત જિલ્લામાં આવનારા દિવસોમાં ચોમાસાનું આગમન થવાનું તે સંદર્ભે જિલ્લામાં 11થી 13 તારીખ દરમિયાન તમામ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા જિલ્લા કૃષિ વિગ્નાન કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે.

કૃષિ વિગ્નાન કેન્દ્ર અંતર્ગત સુરત જિલ્લા હવામાન એકમ દ્વારા જિલ્લામાં આગામી 11થી 13 દરિમયાન ચોમાસાનું આગમન થવાની શક્યતા પ્રબળ બની છે. બુધવારના રોજ મુંબઈથી લઈ વલસાડ સુધી નૈઋૃત્વ ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના કારણે આવનારા દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. સાથે સાથે પવનની ગતિ પણ 25 કિમી સુધીની રહેશે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડશે. 10મી જૂનના રોજ બારડોલી, ઓલપાડ, પલસાણા ઉંમરપાડામાં 7મીમિ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે.

11મી જૂનના રોજ ઉંમરપાડા અને ઓલપાડ તાલુકામાં 16.3 મિમી જેટલો વરસાદ પડશે. તેમજ અન્ય તાલુકામાં હળવો વરસાદ રહેશે. જ્યારે 12મીના રોજ તમામ તાલુકામાં 68 મિમી સુધી વરસાદ પડવાની શક્યતા છે. અને 13મી જૂનના રોજ ઓલપાડ તાલુકામાં મધ્યમ વરસાદ જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા સુરત જિલ્લા હવામન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...