તંત્ર નિદ્રાધીન:ધામદોડ ફાટક પર મસમોટા ખાડા, વાહન ચાલકોને પરેશાની

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક ફૂટ ઉંડા ખાડાથી વાહનોને નુકસાન, બાઈક ચાલકને અકસ્માતની શક્યતા, ખાડાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે

બારડોલી કડોદ રોડ પર આવેલ ધામદોડ ફાટક પર ખાડાની ભરમાર સર્જાય છે. એક ફૂટ જેટલા ઉંડા ખાડાને કારણે નાના વાહનચાલકોનું સમતુલન ખોળવાતા અકસ્માતની શક્યતા વર્તાઈ રહી છે. તેમજ વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે. વારંવાર ખાડા પડી જવાથી વાહનચાલકો ત્રસ્ત થઈ ગયા છે. આ અંગે વહીવટી તંત્ર ધ્યાન આપે એ જરૂરી છે.

બારડોલ તાલુકાના ધામદોડ ગામેથી પસારથી સુરત ભુસાવલ રેલવે લાઈન બારડોલી - કડોદ રોડને ક્રોસ કર છે. આ સ્થળે મુકવામાં આવેલ ફાટક પર ખાડા પડવાથી ફાટકનો માર્ગ જર્જરિત બની ગયો છે. ફાટક પર મસમોટા ખાડા પડી ચૂક્યા છે. જેના કારણે ફાટક બંધ થયા બાદ ખુલે છે ત્યારે ટ્રાફિક સર્જાય છે. તેમજ આ ખાડા એક ફૂટ જેટલા ઉંડા પડી જવાને કારણે નાના વાહનચાલકો સમતુલન ગૂમાવી અન્ય વાહનોમાં અથડાયને અકસ્માત સર્જાવાના બનાવો બન્યા છે.

ફાટકની આગળ બનાવવામાં આવેલ બમ્પની આજુબાજુ ખાડા પડી જવાથી નાની કારમાં નુકસાની થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ખાડા પડી ગયા હોવા છતાં હજુ સુધી રેલવે તંત્રએ આ અંગે કંઈ ધ્યાન આપ્યું નથી. તેમજ સ્થાનિક તંત્ર દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. રોડ બનાવવામાં આવેલ મટિરિયલ ખાડા પડવાને કારણે બહાર નીકળી જવાથી મોટરસાઈકલ ચાલકોને સ્લીપ થવાનો ભય રહેલો છે.

મારી કારને નુકસાન થઇ રહ્યું છે
હું દરરોજ આ રસ્તા પરથી અપડાઉન કરું છું. મારી કાર નાની હોવાથી મારી કારનો નીચેનો ભાગ બમ્પ સાથે દરરોજ અથડાય છે. જેના કારણે કારમાં નુકસાન થઈ રહ્યું છે. આટલા મોટા ખાડા પડ્યા હોવા છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે સ્ટેશન માસ્ટરને ફોન કરીને જણાવ્યું છે છતાં કોઈ હલ આવ્યો નથી. > અમીત પટેલ, નોકરિયાત

અન્ય સમાચારો પણ છે...