નુકસાનની ભીતિ:ખોજ નજીક કેનાલમાં મોટું ધોવાણ, તાત્કાલિક રીપેરીંગ નહીં થાય તો ભંગાણ પડવાનું જોખમ

કડોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોવાણ હોવા છતાં મરામત ન કરાઇ પાણી છોડાતા જ નુકસાનમાં વધારો

ઉકાઈ ડેમને કારણે સુરત જિલ્લામાં સમૃદ્ધિનું આવી હોય એમ કહેવાય તો ખોટું નથી. આ પાણીથી ખેડૂતો બારે માસ ખેતી કરી શકે છે. પરંતુ નહેરનું સંચાલન કરનાર નહેર વિભાગના અધિકારીઓની બેદરકારીનો ભોગ કેટલીય વાર ખેડૂતોએ બનવું પડે છે.. બારડોલી કડોદ રોડ પર આવેલ ખોજ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની ચલથાણ બ્રાંચમાં ધોવાણ થયું છે.

ગત થોડા દિવસ પહેલા નહેર શરૂ થઈ હતી. તે પહેલાથી ધોવાણની કારણે નહેરનું કૉન્ક્રીટ તૂટી ગયું હતું. નહેર શરૂ થતાં ધોવાણ ધીમેધીમે વધી રહ્યું છે. પહેલા નહેરના બાજુન રસ્તા પરથી વાહનો પસાર થઈ શકતા હતાં, પરંતુ હવે ધોવાણને કારણે વાહનો પસાર થઈ શકતા નથી. નહેર બાજુમાં ધોવાણ વધતા માત્ર થોડી જગ્યા જ વધી છે.

નહેર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર એસ્ટિમેન્ટમાં મુકાઈ ગયું છે. પરંતુ ટેન્ડર પ્રક્રિયા બાકી છે. ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે તો ભંગાણ પડવું નિશ્ચિત જણાઈ રહ્યું છે.

નહેર બંધ હતી ત્યારે મરામત કરી હોત આજે આવી સ્થીતી ન હોત
ગત દિવસોમાં નહેર બંધ હતી આ દરમિયાન નહેર વિભાગના અધિકારીઓએ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું ન હતું. હાલ જે જગ્યાએ ધોવાણ થયું છે. તે જ બ્રાંચમાંથી આજુબાજુ નાની સબમાઈનોર બનાવવામાં આવી છે. ત્યાં પણ અધિકારીઓ વિઝીટ કરી હોત તો આ ગંભીર પ્રકારના ધોવાણની જાણ થઇ હોત અને સ્થીતી આટલી ગંભીર ન બની હોત.

અન્ય સમાચારો પણ છે...