ચંદ્રગ્રહણ:દેવ દિવાળીએ બપોરે ચંદ્ર ગ્રહણ, ગુજરાતમાં જોવા મળશે નહીં

કડોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રહણ દરમિયાન ચંદ્રમા અન શિવજીને ચંદન અને સફેદ ફૂલ અર્પણ કરી આરાધના કરવી

કારતક મહિનાની શુક્લપક્ષમાં આવતી પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. દેવ દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે. પ્રોબધીની એકાદશીથી શરૂ થાય છે અને કારતક સુદ પુનમ દેવ દિવાળીએ પૂર્ણ થાય છે. કારતક સુદ પુનમ શુક્રવારે કૃતિકા નક્ષત્ર, પરિધ યોગ અને વૃષભ લગ્નમાં આ વર્ષે બીજુ ચંદ્રગ્રહણ થશે.

આ ચંદ્રગ્રહણ ખગ્રાસચંદ્ર ગ્રહણ હશે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર આ ચંદ્રગ્રહણ અશુભ માનવામાં આવે છે. ખગ્રાસ ચંદ્રહણ હોવાને કારણે આનું કોઈ ધાર્મિક મહત્વ ન હશે. આ ચંદ્રગ્રહણ વૃષિક રાશિ અને કૃતિકા નક્ષત્રમાં હોવાને કારણે આ રાશિના લોકો અને નક્ષત્રમાં જન્મ લેતા બાળકો પર પડશે. જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ગંગા સ્નાનથી સારુ ફળ પ્રાપ્ત થાય છે. જેથી ગ્રહણ બાદ ગંગાજળથી સ્નાન અને ગંગાજળનો છંટકાવ કરવામાં આવે છે.

ચંદ્રગ્રહણ બપોરે 12.48 વાગ્યાથી શરૂ થશે જે બપોરે 4.17 વાગ્યા પૂર્ણ થશે
યજ્ઞાચાર્યજી હિરેનભાઈ જાનીના જણાવ્યા અનુસાર પંચાગોમાં જણાવ્યા અનુસાર આ વર્ષના બીજુ ચંદ્રગ્રહણ બપોરે 12.48 વાગ્યાથી શરૂ થશે જે બપોરે 4.17 વાગ્યા પૂર્ણ થશે. આ ગ્રહણ મધ્ય બપોર બાદ 2.33 વાગ્યે થશે. આ ચંદ્રગ્રહણ 3.29 કલાક રહેશે. ચંદ્રગ્રપણમાં સફેદ ફુલ અને ચંદનથી ચંદ્રમા અને ભગવાન શિવની આરાધના કરવી. ગુરુનું સ્મરણ કરવું. ગ્રહણ પૂર્ણ થતાં જ સ્નાન કરવું ગંગાજળમાં અત્તર ભેળવી ઘરમાં છુંટકાવ કરવું જેથી ધનલક્ષમી અન સૌભાગ્યમાં પ્રાપ્તી થશે.

ગ્રહણ ભારતના પૂર્વી દેશોમાં જોવા મળશે
ચંદ્ર ગ્રહણ ભારતના પૂર્વી દેશોમાં જોવા મળશે. ગ્રહણ જ્યારે શરૂ થશે ત્યારથી અંત થશે ત્યા સુધીમાં ભારતના આકાશમાં ચંદ્ર દેખાશે નહીં. કારણે બપોરના સમય થશે. જ્યોતિષ શાસ્ત્રોમાં આ ગ્રહણને ગ્રસ્તદોષિત ગ્રાહણ પણ કહેવામાં આવ્યું છે.

ઈન્ડોનેશિયા, રૂસ અને ચીનમાં જોવા મળશે
અરૂણાચલ પ્રદેશની પૂર્વી બોર્ડર અને ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, રૂસ, ચીનમાં જોવા મળશે. ગ્રહણ જ્યાં દેખાય છે ત્યાં એની શુભ- અશુભ અસર થાય છે.

કારતક પૂનમના શુભ મુહૂર્ત
પૂનમ તિથી પ્રારંભ 18 નવેમ્બર ગુરુવારે બપોરે 11.55 વાગ્યાથી
પૂનમ સમાપ્ત તિથી - 19 નવેમ્બર શુક્રવાર બપોરે 2.25 વાગ્યા સુધી

અન્ય સમાચારો પણ છે...