તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડોદની યુવતી કાજલ સિંહલ દિવા 2021ની પ્રતિયોગીતામાં રનર્સઅપ બની છે. કાજલે કડોદ તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. કાજલે જણાવ્યું હતું કે મારી સફળતામાં મારા પરિવાર, મારી કંપની અને મારા મિત્ર મંડળથી લઈને સૌનો સહયોગ મળ્યો છે. હવે હું આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડામાં યોજાનાર મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.બારડોલી તાલુકાના નાનકડા કડોદ ગામની યુવતી જેણે ઘણો પરિશ્રમ કરી મોડલિંગ કરિયર બનાવવા અને પોતાના સપના પૂર્ણ કરવાની જીદ પકડી હતી.
કાજલ સિંહલ જેણે મોડલિંગની દુનિયા કેરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. આ લાઈનમાં આગળ વધવા માટે તેમણે ઘણો ઘણો પરિશ્રમ કર્યો છે. ઘણી ચુનોતીનો સામનો પણ કર્યો છે. કેટલીકવાર નિષ્ફળ ગયા બાદ સફળતા પ્રાપ્ત કરી છે. હાલ ગોવામાં બીગ ડેડી કસીનોમાં યોજાયેલ ‘મીસ ઈન્ડિયા દિવા 2021’ની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી 22 જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતામાં કાજલ સિંહલ રનર્સઅપ બની હતી. આ ખિતાબ પ્રાપ્ત કરતાં તેમણે ઘણી ખુશી વ્યક્ત કરી હતી.
તેમણે મેળવેલી સફળતામાં પોતાના પરિવાર, કંપની અને મિત્ર વર્તુળ સહિત તમામના સાથ સહકારને કારણે આ સ્થાને પહોંચી હોવાનું જણાવ્યું હતું. કાજલે મિકેનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી સુરતની એક કંપનીમાં નોકરી કરે છે. નોકરી સાથે સાથે પોતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આપણા વિસ્તારની ઘણી યુવતીઓ મોડલિંગમાં જઈ શકે તેમ છે પરંતુ લોકોમાં ઘણી ગેરસમજ છે.
આપણા વિસ્તારની કોઈપણ યુવતી આ લાઈનમાં આગળ વધવા માંગશે તો હું તેને સંપૂર્ણ માર્ગદર્શન સાથે મદદ કરવા તૈયારી બતાવી હતી. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડાના યોજનાર મિસ વર્લ્ડ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સુરત જિલ્લાની પ્રથમ યુવતી બની છે.
દેશનું નામ રોશન કરવાની ઈચ્છા
કાજલ સિંહલ મિસ ઈન્ડિયા દિવાસમાં રનર અપ બની છે સાથે સાથે તેણે મિસ બોલીવુડ દિવાનું પણ શીર્ષક પ્રાપ્ત કર્યું છે. કાજલ હજુ આગળ વધી ગામ અને દેશનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.