તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાયજ્ઞ:કડોદની સેવાયજ્ઞ સંસ્થા માનવતા અને સેવાની ધૂણી દાખવી રહી છે

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાની કામગીરીને જોઈ દેશ વિદેશથી દાનનો ધોધ વહાવ્યો

કડોદ નગરની સેવાયજ્ઞ સંસ્થા દ્વારા કોરોના કાળમાં આર્થિક મંદીમાં સપડાયેલા ગરીબો અને બેરોજગારો તથા નગરના અપંગ, અશક્ત, નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોને 20 કિલોગ્રામ વજનની ખાદ્ય સામગ્રીની કીટ તથા દરરોજ ઘરબેઠા ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નગરના જરૂરિયાત મંદ એવા કેન્સર, લકવા અને કોરોના જેવી ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓને દવા તથા આર્થિક મદદ કરી રહી છે.

સંસ્થાનાં સેવાભાવી કાર્યકર્તાઓની પ્રામાણિકતા, નિષ્ઠા અને માનવતા પૂર્ણ, નિ:સ્વાર્થ સેવાથી કડોદ નગરમાં આનંદ અને સેવાભાવનાની લાગણી પ્રવર્તી રહી છે અને કડોદના દેશ-વિદેશમાં રહેતા વતન પ્રેમીઓ તરફથી દાનની સરવાણી સતત વહી રહી છે. સંસ્થાને દિવાળીબેન પટેલ ટ્રસ્ટ, બારડોલીના દાનવીર કર્ણ ગણાતાં સંસ્થાપક ભીખુભાઈ યુ. પટેલ (સીંગોદ) તથા મૂખ્ય સંચાલક નલીનભાઇ જોષી (બારડોલી) તરફથી ટિફિન અને કિટની સેવા માટે અપ્રતિમ સહયોગ મળી રહ્યો છે.

કડોદ નગરના સામાજિક અગ્રણી સ્વ. જશવંતસિંહ માનસિંહ દેસાઈના સ્મરણાર્થે એમના ભાઈ હરિસિંહ માનસિંહ દેસાઈ , એમની દિકરીઓ અમીબેન, સ્મીતાબેન તથા ડો. અનુપાબેન તરફ દાન આ સંસ્થાને મળ્યું છે. કડોદના વતન પ્રેમી અને અમેરિકા સ્થાયી થયેલા મુકુલભાઈ ગાંધીએ દાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...