તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલંપોલ:કડોદ મઢી રોડની કામગીરીની પોલ બીજીવાર છતી થઈ, સિમેન્ટ ખાલી કરવા આવેલો ટેમ્પો ફરી ફસાયો

કડોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે મહિના પહેલા પણ ગટરનું ઢાંકણ તૂટી જતાં ટેમ્પો ગટરમાં ફસાયો હતો

કડોદ મઢી રોડનું બ્યુટીફીકેશનનું કામગીરી પર અનેક પ્રસ્નો ઉપસ્થિત થયા હતાં. રોડની બાજુમાં બનાવવામાં આવેલ ગટરની કામગીરી હલકી કક્ષાની હોવાથી અવાર નવાર તૂટી રહી છે. આજરોજ પણ સિમેન્ટ ખાલી કરવા માટે આવેલ ટેમ્પો ગટરના ઢાંકણા તૂટી જતા ફસાઈ ગયો હતો. બીજી કામગીરીની પોલ ખુલી છે. નવીનીકરણની કામગીરી સામે અનેક પ્રશ્ન ઊભા થયા છે.

કડોદથી મઢી ને જોડતા માર્ગ પર બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે. કામગીરી મંથર ગતિએ ચાલતાં ગ્રામજનો ત્રસ્ત થયા હતાં. કામગીરી પૂર્ણ થવાનું નામ લેતી નથી તેમાં લોકડાઉનનું બહાનું મળી ગયું છે. બ્યુટીફિકેશનની કામગીરીમાં રોડની બંને બાજુમાં સિમેન્ટ કોંક્રિટની ગટરો રોડની વચ્ચે ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટો મુકવામાં આવશે. આ અંતર્ગતથી રહેલા કામની ગુણવત્તા પર ગ્રામજનોએ અનેક સવાલો ઉપસ્થિત કર્યા હતાં.

રોડની બંને તરફ બનાવવામાં આવેલ ગટરની કામગીરી હલકી ગુણવત્તાવાળી હોવાથી તુટી રહી છે. ગત દિવસોમાં એક ટેમ્પો  ફસાઈ ગયો હતો. જે અંગે પણ ગ્રામજનોએ રજૂઆત કરી હોવા છતાં સમસ્યા તેમની તેમ હતી. ત્યારબાદ આજરોજ સિમેન્ટ ખાલી કરવા આવેલો ટેમ્પો ગટરના ઢાંકણ પર ચઢતા ઢાંકણ તૂટી ગયું હતું. જેથી ટેમ્પો ગટરમાં ફસાયો હતો. બીજીવાર ગટરનું ઢાંકણ તૂટી જતાં ફરી કામગીરી પ્રશ્ન ઉઠવા સાથે ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો