ચૂંટણી દરમિયાન હોબાળો:કમલાપોરમાં જનશક્તિ પાર્ટીના કાર્યકરો સાથે ટપલીદાવ કરાયો

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કમલાપોર ગામે જનશક્તિ પાર્ટીના કાર્યકારને ટપલીદાવ કરાયો હતો. ઉપરાંત કાર્યકરની કારમાં પણ તોડફોડ થતાં માહોલ ગરમાયો હતો. - Divya Bhaskar
કમલાપોર ગામે જનશક્તિ પાર્ટીના કાર્યકારને ટપલીદાવ કરાયો હતો. ઉપરાંત કાર્યકરની કારમાં પણ તોડફોડ થતાં માહોલ ગરમાયો હતો.
  • મતદાન સમયે થયેલા હોબાળાથી માહોલ ગરમાયો

રવિવારના રોજ યોજાયેલ ગ્રામ પંચાયતના મતદાનમાં માંડવી તાલુકાના કામલાપોર ગામે જનશક્તિ પાર્ટીના કાર્યકર ગાડી લઈને આવ્યા હતા. જેથી ગ્રામજનોએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં ન માનતા ગ્રામજનોએ ટપલી દાવ કરી ઉશ્કેરાયેલા ગ્રામજનોએ કારનો કાંચ તોડી નાખ્યો હતો.

માંડવી તાલુકાના કમલાપોર ગામે રવિવારે યોજયેલ ગ્રામપંચાયતની ચૂંટણી દરમિયાન જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કાર્યકર ફોરચુનર (GJ.16BB.7080)લઈને આવ્યા હતા. તેઓને જોઈ ગ્રામજનોએ તેમનો વિરોધ કર્યો હતો, અને તેમને ગામમાંથી જતા રહેવા જણાવ્યું હતું. પરન્તુ તેઓ ન માનતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પાર્ટીના અધ્યક્ષ અને કાર્યકરોને ટપલીદાવ કર્યો હતો . તેમજ જે ગાડી લઈને આવ્યા હતા તે ગાડીનો કાચ તોડી નાખી નુકશાન કર્યું હતું. આ ઘટના બનતા વાતાવરણ ગરમાયુ હતું. પોલીસ પણ દોડતી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...