પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ:સુરાલીમાં યુવકે 14 વર્ષની તરૂણીને ગર્ભવતી બનાવી

કડોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 માસનો ગર્ભ રહી જતાં મામલો ખુલ્યો

બારડોલી તાલુકાના સુરાલી ગામે રહેતો 22 વર્ષીય યુવકે 14 વર્ષીય તરૂણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી તરૂણીને ગર્ભવતી બનાવી હતી. જે અંગેની જાણ તરૂણીની માતાને કરતાં તરૂણીની માતાએ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવક વિરુદ્ધ પોસ્કોની ફરિયાદ નોંધી છે.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના સુરાલી ગામે રહેતી એક 15 વર્ષીય તરૂણીને ગામમાં રહેતો 22 વર્ષીય સાગર કિરણભાઈ ચૌધરી (રહે. ધારિયા ઓવરા, ફળિયા, સુરાલી, તા. બારડોલી)નાઓએ તરૂણીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. તરૂણીને અવાર નવાર એકાંતમાં મળતો હતો અને લગ્નની કરવાની લાલચ આપી તરૂણી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

આ દરમિયાન તરૂણીને પાંચ માસનો ગર્ભવતી બની હતી. ત્યાર બાદ પણ સાગર શારીર સુખ માણતો હતો. જે અંગે તરૂણીએ તેની માતાને જાણ કરી હતી. ત્યારબાદ તરૂણીની મતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...