મારણ:મસાડ ગામે દીપડાએ કોઢારમાં આવી બે વાછરડાનો શિકાર કર્યો

કડોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઢાર પાસે મારણ સાથે પાંજરુ મૂકવામાં આવ્યું

બારડોલી તાલુકાના મસાડ ગામે અવાર નવાર દીપડો દેખાવની ઘટના બાદ ગામમા રહેતા પશુપાલકના કોઢારમાં ગુરુવારની સવારે એક દીપડો કોઢારમાં ઘુસ્યો હતો. કોઢારમાં બાંધેલ વાછરડા પર હુમલો કરતા બંનેને મોતને ઘાટ ઉતાર્યા હતાં. જે અંગેની જાણ વનવિભાગને કરતા વનવિભાગે દીપડો પકડવા પાંજરુ ગોઠવ્યુ છે.

મસાડના પટેલ ફળિયામાં ભરતભાઈ દુર્લભભાઈ પટેલ જે ખેડૂત અને પાલતુ પશુ જેમકે ગાય,ભેંસ રાખી જીવન ગુજરાન કરે છે આજે સવારે ભરતભાઈના કોઢારમાં એક દીપડો આવી પાંચ મહિનાના નર અને માંદા વાછરડા પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. ઢોરનો અવાજ સાંભળી ભરતભાઈ અને પરિવાર જાગી જતા કોઢારમાં જોતા દીપડાએ વાછરડાને ગળામાં પકડી દબોચી બેઠો હતો.

ભરતભાઈ અને એમના પરિવારે દીપડા સામે પડકાર કરતા દીપડો વાછરડાને છોડી ભાગી ગયો. ભરતભાઈએ ગામના આગળ પડતા કિશોરભાઈ પટેલને જાણ કરતા કિશોરભાઈએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડને ટેલિફોનિક જાણ કરતા જતીન રાઠોડે તેન સામાજિક વનીકરણના આર.એફ.ઓ સુધાબેન ચૌધરીને જાણ કરતા સુધાબેન ચૌધરીએ કડોદ રેંજના ફોરેસ્ટરને જાણ કરતા ભરતભાઈ કોઢાર પાસે મારણ સાથે પાંજરુ મૂકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...