તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસર:અખાત્રીજે સોનાની ચમક ઘટી, લગ્નની શરણાઇ પણ શાંત

કડોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં બજારો બંધ રહેવા ઉપરાંત આર્થિક તંગીએ ઉત્સવનો ઉત્સાહ ઓછો કર્યો

વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા શુક્રવારે 14 મે 2021 ના રોજ આવે છે. હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર અક્ષય તૃતીયા પર ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયા એ બધા પાપોનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટે શુભ તિથી છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે.

તેથી, અક્ષય તૃતીયાને લગ્ન, ગૃહ પ્રવેશ, નવો ધંધો, ધાર્મિક વિધિ અને પૂજા માટે શ્રેષ્ઠ તારીખ માનવામાં આવે છે. સોનાની ખરીદી માટે આ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. પરંતુ સતત બીજા વર્ષે પણ કોરોના મહામારીને કારણે બજારો બંધ રહેવા ઉપરાંત ધંધા-રોજગાર લાંબો સમય બંધ રહેવાને કારણે લોકોથી આર્થિક સ્થીતી કથળતાં ઉત્સવનો ઉત્સાહ ઓછો થયો છે.ઉપરાંત આ દિવસે મોટે પાયે યોજાતા સામુહિક લગ્નના આયોજન પણ બંધ રહ્યા છે.

અક્ષય તૃતીયાનું ધાર્મિક મહત્વ
શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને શુભ કાર્યો માટે અબુજા મુહૂર્તા તરીકે જોવામાં આવે છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે દેવી વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસથી જ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. આ સાથે, સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયા સાથે કરવામાં આવી છે. બંગાળમાં આદિવસે વ્યપારીઓ ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની પૂજન કરે છે. જૈન ભાઈઓ માટે અખાત્રીજ મહત્વનો પર્વ છે. આ દિવસે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને એક વર્ષની તપસ્યા પૂર્ણ કરી પારાયણ કર્યું હતું.

સોનું ખરીદવું શુભ ગણાય છે
એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે કરેલા કર્યોનું ફળ અનેક ઘણું પ્રાપ્ત થાય છે. જે ધાતુની ખરીદી કરવામાં આવે છે તે ભવિષ્યમાં અનેકગણો વધે છે. એજ કારણે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

આજે જ ભગવાન પશુરામ અવતર્યા હતા
વિષ્ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામનો જન્મદિવસ ગણાય છે. એમનો જન્મ ત્રેતાયુગમાં જમદગ્નિ ઋષિ અને રેણુકાને ત્યાં થયો હતો. તેઓ હંમેશા પોતાની પાસે ફરસી એટલે પરશુ રાખતા તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાતા. કહેવાય છે કે તેમણે કેરાલા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણથી મલબાર વચ્ચેના ક્ષેત્રમાં સમુદ્રને આગળ અટકાવ્યો હતો. આથી આ વિસ્તારને પરશુરામ ક્ષેત્ર કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...