• Gujarati News
  • National
  • If The Government Stopped The Children's Midday Meal, The Donors Would Take The Initiative

સેવાકાર્ય:સરકારે બાળકોનું મધ્યાહન ભોજન બંધ કર્યું તો દાતાઓએ બીડું ઉપાડ્યું

કડોદ5 મહિનો પહેલાલેખક: ભાવિક પંચાલ
  • કૉપી લિંક

કોરોનાકાળમાં પ્રાથમિક શાળામાં બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ શરૂ કરવામાં આવી હતી, પરંતુ મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું નથી. જેની અસર વિદ્યાર્થીઓની હાજરી પરજોવા મળે છે. શાળામાં વિદ્યાર્થીઓ ની સંખ્યા ઓછી થતા દસ્તાન પ્રાથમિક શાળાના આચાર્ય એ ગામના દાતાની મદદ લઇ ફંડ એકત્ર કરી શાળામાં વિદ્યાર્થીઓ ને ભરપેટ નાસ્તો આપવાનું શરૂ કર્યું જેથી શાળામાં વિદ્યાર્થીઓ ની સંખ્યા વધી. જે કામ સરકારે કરવાનું હતું તે કામ આચાર્યએ પોતાની શાળામાં અમલ કરતા પોઝિટીવ પરિણામ સામે આવ્યું છે.

હવે મધ્યહન ભોજનની જગ્યાએ આપવામાં આવતો નાસ્તો પણ બાળકો ભરપેટ કરી શકે એટલી માત્રામાં આપવામા આવતા મધ્યહન ભોજનનો પ્રશ્ન નિવારી શકાયો હતો. આને કારણે બાળકો શાળામાં નિયમિત આવતા થયા છે અને બાળકોને ભૂખ્યા પણ રહેવું પડતું નથી અને કોઈ બાળકને બપોરે ભોજન માટે ઘરે પણ જવું પડતું નથી. શાળા શરૂ થયા બાદ સરકાર મધ્યાહન ભોજન ચાલુ નથી કરી શકી ત્યારે દસ્તાન શાળાના આચાર્યએ પોતાના બાળકોની ઓછી હાજરીની ચિંતા કરી પોતાના આગવી સુઝથી શરૂ મધ્યાહન ભોજનનો વિકલ્પ શોધતાં બાળકોની હાજરી વધી પોતાનું દાયીત્વ પુરુ કર્યુ છે.

શાળામાં બાળકોની હાજરી ફરીથી વધી
ઘણા બાળકો આખો દિવસ શાળામાં ભૂખ્યા રહેતા હતા તો વળી કેટલાક બાળકો બપોરે ધરે જમવા માટે જતા તો કદાચ બપોર પછી શાળાએ આવતા નથી, અને બપોરે બાળકોને ઘરે મોકલવા એ પણ એક સલામતીની દ્રષ્ટિએ જોખમકારક હતું. એક -દોઢ કિમી દૂર ઘર હોય અને પરપ્રાંતીયો વસ્તી વધુ હોય તે બાળાઓ માટે અસુરક્ષિત પણ કહી શકાય. આ પરિસ્થિતિ નિવારવા માટે દસ્તાન ગામના દાતાઓનો સપર્ક કરી બાળકો માટે સાતે સાત દિવસ જુદાજુદા ભરપેટ નાસ્તાનું આયોજન કર્યુ છે. હુ દાતાઓનો આભાર માનું છું. > વિશાલભાઈ ખત્રી, પ્ર. શાળા આચાર્ય, દસ્તાન

અન્ય સમાચારો પણ છે...