તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:સુરત-તાપી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદી ઝાપટા પડ્યા

કડોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લામાં છવાયેલું વાદળછાયું વાતાવરણ - Divya Bhaskar
સુરત જિલ્લામાં છવાયેલું વાદળછાયું વાતાવરણ
  • 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા શેરડીનો ઉભો પાક ધરાશયી થયો

સુરત જિલ્લામાં શનિવારે વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદ છાંટા પણ પડ્યા હતાં. છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહ્યું હતું. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાં પણ પડ્યા હતાં. જોકે, શુક્રવારની રાત્રીના સમયે ફૂકાયેલા સૂસવાટાભેર પવનને કારણે જિલ્લાના કેટલાક ગામોમાં ઊભી શેરડી જમીનદોસ્ત થઈ ગઈ હતી.

જોકે, વાદળછાયું વાતાવરણ અને માવઠાને કારણે શાકભાજી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં આજરોજ હળવું માવઠુ થવાની શક્યતા બતાવવામાં આવી છે. સુરત અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂકાશે અને હળવો વરસાદ પણ પડશે. 4 મેના રોજથી વાતાવરણ ચોખ્ખુ થઈ જશે જે બાદ ગરમી વધવાની શક્યતા દર્શાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો