આખલા યુદ્ધ:મઢીમાં આખલા યુદ્ધથી બજારમાં ભય, આખલાની લડાઇમાં એક વૃદ્ધને ઇજા તો એક બાઇકને પણ નુકસાન થયુ

કડોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના મઢી ગામે મુખ્ય બજારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરબજારમાં અખલાના યુદ્ધથી અકસ્માત થઈ રહ્યા છે. મંગળવારે સવારે બે આખલા વચ્ચે થયેલ વૃદ્ધમાં એક મોટરસાઈકલને મોટું નુકસાન થયું હતું. વારંવાર થતાં યુદ્ધને કારણે બજાર આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિક તંત્ર લોકોને પડતી હાલાકી દૂર કરે એવી માગ ઉઠી છે. મઢી ગામે રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગામમાં રખડતા ઢોરને કારણે ગ્રામજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા ભર બજારમાં લડતા લોકોને અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત બની રહ્યા છે.

તેમજ રાત્રિના સમયે દુકાનના ઓટલા પર અને રહેણાંકમાં ગંદકી ફેલાવી રહ્યા છે. શાકભાજીની લારીમાં મો મારી વેપારીને નુકસાન કરી રહ્યા છે. બજારમાં લોકોની પાછળ દોડીને ઇજાગ્રસ્ત બનાવી રહ્યા છે. મંગળવારની સવારે બે આખલાનું યુદ્ધ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બે આખલા વચ્ચે થયેલા યુદ્ધમાં એક મોટરસાયકલને મોટું નુકશાન પહોચાડ્યું હતું. વારંવાર રહતા યુદ્ધની કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવે એવી માગ ઉઠી છે.

બે ઢોરની લડાઇમાં વૃદ્ધને ગંભીર ઇજા
ગત દિવસોમાં બે ઢોરની લડાઇમાં એક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ અવારનવાર ઢોરને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજરોજ આખલાની લડાઈને કારણે બજારમાં ભયનો માહોલ જોવા છવાયો હતો. મોટરસાયકલમાં ઘણું નુકસાન કર્યું છે. તંત્ર આ અંગે ધ્યાન આપે એ જરૂરી છે. - પ્રત્યક્ષદર્શી

અન્ય સમાચારો પણ છે...