તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકને માઠી અસર:ડાય-પોટાશ ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં

કડોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શેરડીના પાકને તાંતી જરૂર છે ત્યારે જ ખાતર ન મળતાં ખેડૂતોની મુંઝવણ વધી

સુરત જિલ્લામાં મહત્તમ શેરડીના પાક લેવામાં આવે છે. હાલ શેરડીના પાકને ડાય અને પોટાસ ખાતરની વધુ જરૂર હોય ત્યારે મંડળીઓમાં ડાય ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શેરડીના રોપાણ બાદ અંદાજિત 3થી 4 મહિના બાદ પાળ ચઢાવવાની હોય ત્યારે ડાય અને પોટાશ ખાતરની જરૂર પડે છે. આ ખાતર પાયાનું ખાતર હોવાથી શેરડીને ઘણું ઉપયોગી હોય છે. આ ખાતર નાંખ્યા બાદ ખેડૂતોને લાંબા સમય સુધી ખાતર નાંખવાની જરૂર પડતી નથી. હાલના સમયે ડાય-પોટાશની તાતી જરૂર હોય ત્યારે છેલ્લા 15 કરતાં વધુ દિવસથી મંડળીઓમાં ડાય ખાતરની અછત ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ખેડૂતોએ અગ્રણીઓને રજૂઆત કરવાનું વિચારી રહ્યાં છે.

ખાતર જલદી ઉપલ્બધ થાય તે ખુબ જરૂરી
હાલ પાકને ડાય- પોટાશની જરૂરિયાત છે. શેરડીની પાળ વાળવાની હોય તેમાં ખાતરને દબાવવામાં આવે છે. ત્યારે ખાતર ન મળતાં મુશ્કેલી ઊભી થઈ છે. આવનારા દિવસોમાં જલદી ઉપલ્બધ થાય તે જરૂરી છે. > હેમાશું પટેલ, ખેડૂત

ડાય અને પોટાશ પાયાનું ખાતર ગણાય છે
શેરડીના પાકમાં ડાય અને પોટાશ પાયાનું ખાતર ગણાય છે. ડાયમાં 46થી 48 ટકા ફોસ્ફરસ અને 48 ટકા નાઈટ્રોજન હોય છે. ડાય એ પાકની વૃદ્ધિ કરે છે. પોટાશ એ પાકને મજબૂતાઈ આપે છે. > આનંદભાઈ પટેલ, ખેડૂત અગ્રણી

થોડા દિવસોમાં ખાતર આવવાની શક્યતા
છેલ્લા 25 દિવસથી ખાતરની અછત છે. હાલ શેરડીના પાકમાં ખાતરની જરૂર હોવાથી ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. થોડા દિવસોમાં ખાતર આવવાની શક્યતા છે. > બાલુભાઈ પ્રજાપતિ, કડોદ સેવા સહકારી મંડળી, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો