બારડોલી ગલતેશ્વર રોડ પર ટીમ્બા ગામની સીમમાં આવેલા ઘાટાદાર વૃક્ષો પૈકી કેટલાક વૃક્ષો એવા છે કે જે સૂકાઈ ગયા છે. વાહન ચાલકો માટે જોખમી બની રહ્યાં છે. સામાજિક વનીકરણ દ્વારા આ વૃક્ષોને ઉતારી લેવામાં આવે તો વાહનચાલકોને માથે ટોળાતુ જોખમ દૂર થાય છે. ચોમાસાની સિઝનમાં પવનમાં વૃક્ષ ધારાશાયી થાય અને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા દૂર કરાય તે જરૂર છે. રસ્તા પહોળા કરવામાં આવી રહ્યાં છે જેથી રસ્તાની બંને તરફના વૃક્ષોનુ નિકંદન કરવામાં આવી રહ્યું છે. જેને વિકાસનું નામ આપીને વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. રોડની કામગીરી બાદ વૃક્ષોરોપણ ચોપડા પર બતાવવામાં આવે છે.
વૃક્ષોરાપણ કર્યા બાદ કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. વૃક્ષોની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં ઊભા ઝાડોની પણ સામાજિક વનીકરણ તરફથી કોઈ માવજત લેવામાં આવતી નથી. કેટલાક તત્વો એવા છે કે વૃક્ષોની છાલ કાઢી નાંખી તેને સૂકવી દે છે અને ત્યારબાદ તે વૃક્ષ કાપી નાંખે છે. જે અંગે સામાજિક વનીકરણ સતર્ક બની આવા તત્વોને ડામે તે જરૂરી છે.
બારડોલી ગલતેશ્વર રોડ પર કામરેજ તાલુકાના ટીંબા ગામની સીમમાં આવેલ વૃક્ષો પૈકી બે વૃક્ષો સૂકાઈ ગયા છે. જે વૃક્ષની છાલ નીકળી રહી છે અવાર વનાર વાહનચાલકો પર પડી રહી છે. હાલ વરસાદી સિઝનમાં વરસાદ સાથે પવનના સૂસવાટામાં વૃક્ષ રોડ પર પડી કોઈ વાહનચાલક સાથ દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતમાં છે. જો આ વૃક્ષને સમયાંતરે ઉતારી લેવામાં આવે તો દુર્ઘટના થતી અટકી જાય તેમ છે. સૂકાયેલું વૃક્ષ વાહનચાલકો માટે જોખમી બની રહ્યું છે. સામાજિક વનીકરણ દ્વારા ગંભીરતા દાખવી વાહનચાલકોને ભયમૂક્ત કરવામાં આવે એ જરૂરી છે.
વૃક્ષ પરથી છાલ અવારનવાર પડી રહી છે
ટીમ્બા ગામની સીમમાં સૂકાયેલા વૃક્ષ પરથી છાલ અવારનવાર પડી રહી છે. જો કોઈક દિવસ વૃક્ષ ધરાશાયી થાય તો પસાર થતા વાહન ચાલક સાથે મોટો અકસ્માત થઈ શકે તેવું છે. કોઈ અકસ્માત થાય તે પહેલા ઝાડ કાપવામાં આવે એ જરૂરી છે. - રમેશભાઈ, વાહન ચાલક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.