તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:અધિકમાસનો 18મી પ્રારંભ, તિથી અનુસાર દાન કરવું

કડોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અધિકમાસમાં પુરુષોત્તમ (વિષ્ણુ) ભગવાનની પૂજા અર્ચના અને દાનનો મહિમા

આગામી 18મી સપ્ટેમ્બરથી અધિકમાસનો પ્રારંભ થઈ થઈ રહ્યો છે. અધિકમાસ દર ત્રણ વર્ષે આવે છે. અધિકમાસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃમોક્સ અમાસના પછીના દિવસથી શરદીય નવરાત્રીની શરૂઆત થતી હોય છે. જ્યારે આ વર્ષે પણ શરદીય નવત્રીની એક માસ રાહ જોવી પડશે. આ વર્ષ ગુજરાતી વર્ષ 13 મહિનાનું રહેશે.

અધિકમાસ પવિત્ર માસ ગણવામાં આવે છે. 18મી સપ્ટેમ્બરના રોજ થી અધિકમાસની શરૂઆત થઈ રહી છે. પવિત્ર અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માસમાં પુરુષોત્તમ માસ (વિષ્ણુ) ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ અંગે વિસ્તૃત માહિતી ઋષીકેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ માસ એ પવિત્ર માસ છે. આ માસમાં દાનની મહિમા હોય છે. દાન કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. 17મી સપ્ટેમ્બરે પિતૃમોક્ષના બીજા દિવસથી શરદીય નવરાત્રી શરૂ થતી હોય છે. જ્યારે આ વર્ષે 18મી સપ્ટેમ્બરના રોજ થી અધિક પુરુષોત્તમ માસની શરૂઆત થઈ રહી છે. જેથી 17 મી ઓક્ટોબરથી શરદ નવરાત્રીનો શુભારંભ થશે. આ વર્ષે દિવાળી મોડેથી આવશે. ગુજરાતી વર્ષે 13 મહિનાનું રહેશે.

પુરૂષોત્તમ માસમાં તિથી પ્રમાણે દાન
એકમ: તલનું દાન, બીજના દિને ગોળનુંદાન, ત્રીજના દિને બ્રાહ્મણને સીધુ આપવું, ચોથના દિને સૌભાગ્યની વસ્તુનું દાન, પાંચમના દિને શેરડી અથવા દૂધનું દાન, છઠ્ઠના દિને મીઠાનું દાન, સાતમના દિને - સુખડના લાકડા, ચોખાનું દાન, નોમના દિને શણગારનું દાન, દશમ કુંભદાન, અગિયારસ બ્રાહ્મણને દાન, બારસ- સંપુત દાન- ગુપ્તદાન, તેરસના દિને શિવપૂજન, પૂનમના દિને ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું. વદ એકમ – બ્રાહ્મણોને ઘઉંનું દાન, બીજના દિને ચંદન, કંકુ, કેશર અત્તર વગેરે સુગંધિત વ્રસ્તનુંદાન, ત્રીજ વ્રત અડદનું દાન, ચોથના દિને ગણેશજીને લાડુ ચઢાવી બાળકોને પ્રસાદ વહેંચવો, પાંચમના દિને અન્નનું દાન, સાતમના દિને બાળકોનેમીઠાઈ વહેંચવી, આઠમના દિને દક્ષીણા આપવી, નોમ ચોખાનુંદાન કરવું, દશમના દિને સોના, ચાંદી, તાંબા અથવા માટીના પાત્રમાં જળનુંદાન, અગિયારસ, પુરૂષોત્તમ ભગવાનનું વ્રત કરવું, તેરસ બાળકોને ગોળ દાળિયા વહેંચવા, ચૌદશના દિને કાંસાનું દાન, અમાસના દિને શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને સીધાનું દાન કરવું.

17મીથી એકટાણું
અધિક માસનો ઉપવાસ કરનારાઓ 17મીના રોજ બપોરના સમયે ભોજન કરી રાત્રિએ ભોજન કરવાનું ટાળવું અને 18મીથી એક ટાણું ભોજન કરવું.

અન્ય સમાચારો પણ છે...