તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હરિપુરા કોઝવે પર ધૂમ સ્ટાઈલ બાઈકરે વૃદ્ધાને અડફેટમાં લેતા ઘટનાસ્થળે મોત

કડોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ આવા બેફામ બાઈકરોને ડામવા લાલ આંખ કરે એ જરૂરી છે

બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પર એક ધૂમ બાઈક સવાર યુવકે એક વૃદ્ધાને અડફેટમાં લેતા કોઝવે પર વૃદ્ધાએ દમ તોડ્યો હતો. જોકે, આ બાઈક સવાર અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાઈક ચાલકે નશો કર્યો હોવાની ચર્ચા ચાલી હતી.

બારડોલ તાલુકાના રાજ્યધોરી માર્ગ તેમજ આંતરિક માર્ગો પર ધૂમ સ્ટાઈલમાં કેટલાક યુવાનો મોટીદાટ બાઈકો લઈને બેફામ હંકારે છે. જે બાઈકર્સને કોઈ રોકવા વાળું ન હોવાથી બેફામ બન્યા છે. ભૂતકાળમાં તેમના દ્વારા અવાર નવાર અકસ્માત સર્જે છે જેમાં કેટલીકવાર જાન હાની થવાના પણ કિસ્સા સામે આવ્યા છે. ગુરુવારના રોજ બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર બનાવવામાં આવેલ કોઝવે પર આવા જ એક ધૂમસ્ટાઈલ બાઈક ચાલકે કોઝવે પરથી પસાર થઈ રહેલી ગામની વૃદ્ધાને અડફેટમાં લીધી હતી.

આ અકસ્માતમાં વૃદ્ધા રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર બાઈક ચાલક પણ પટકાયો હતો પરંતુ તે પોતાની બાઈક લઈને ફરાર થઈ ગયો હોવાનું ઉપસ્થિત લોકો જણાવી રહ્યાં છે. બાઈક ચાલકે નશો કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...